GSTV

Breaking / પુલવામામાં પોલીસ ચોકી પર આતંકવાદીઓએ ગ્રેનેડથી કર્યો હુમલો, વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ

કાશ્મીર

Last Updated on October 25, 2021 by Zainul Ansari

જમ્મુ -કાશ્મીરના પુલવામામાં સોમવારે સાંજે આતંકવાદીઓએ કાકપોરા વિસ્તારમાં પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો. જો કે આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી મળ્યા. સેના અને પોલીસના જવાનોએ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

jammu kashmir

તમારા દિલમાંથી કાઢી નાખો તમામ પ્રકારનો ડર- અમિત શાહ

જમ્મુ કાશ્મીરના 3 દિવસના પ્રવાસે પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે પ્રવાસના અંતિમ દિવસે શ્રીનગર ખાતે જનસભાને સંબોધિત કરી હતી. પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, 5 ઓગષ્ટ પછી જો કર્ફ્યુ ન લગામાં આવ્યો હોત અને ઈન્ટરનેટ બંધ ન કર્યું હોત તો કાશ્મીરના યુવાનો જ મર્યા હોત. શાહે જણાવ્યું કે કાશ્મીરના યુવાનોને ગુમરાહ કરવામાં આવે છે. કાશ્મીરની જનતાનો પણ એટલો જ અધિકાર છે જેટલો અમારો છે. 

વડાપ્રધાન મોદીનું દિલ જમ્મુ કાશ્મીરમાં વસે છે

અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન મોદીનું દિલ જમ્મુ કાશ્મીરમાં વસે છે અને તેઓ દરેક વખતે અહીંનો ઉલ્લેખ કરે છે. જમ્મુ કાશ્મીરના વિકાસમાં કોઈ ખલેલ નહીં નાખી શકે. પાકિસ્તાનના બદલે ઘાટીના લોકો સાથે વાત કરીશ. તેમણે બુલેટપ્રૂફ કાચ દૂર કરવાનું કહીને લોકોને કહ્યું હતું કે, સુરક્ષા વગર તમારા વચ્ચે ઉપસ્થિત છું અને તમે પણ તમારા દિલમાંથી ડર કાઢી નાખો. 

કાશ્મીરના યુવાનોને સવાલ કર્યો

આ સાથે જ તેમણે કાશ્મીરના યુવાનોને સવાલ કર્યો હતો કે, જે લોકોએ તમારા હાથમાં પથ્થર-હથિયાર પકડાવેલા તેમણે તમારૂં શું ભલું કર્યું? તેઓ તમારા સાથે ફક્ત પાકિસ્તાનની વાતો કરતા હતા. ફારૂખ સાહેબે ભારત સરકારને પાકિસ્તાન સાથે વાત કરવાની સલાહ આપી હતી પણ હું ઘાટીના યુવાનો સાથે વાત કરવા માગુ છું. મેં ઘાટીના યુવાનો સામે મિત્રતા માટેનો હાથ લંબાવ્યો છે. 

Read Also

Related posts

ઓમિક્રોનને કારણે આખી દુનિયામાં ફફડાટ વચ્ચે દક્ષિણ આફ્રિકાનો ગૌટેંગ પ્રાંત સૌથી વધુ સંક્રમિત

Vishvesh Dave

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

AIMIM ચીફ ઓવૈસીએ કૃષિ કાયદા પરત લેવા અંગેના બિલને ‘રાજકીય દાવ’ ગણાવ્યું, કહ્યું- ચૂંટણી પર હતી નજર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!