ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાના અને ગ્રીન એનર્જીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાંને સાકાર કરવા માટે ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ટુમાં અંદાજે ૪૫૦થી ૫૦૦ કરોડના ખર્ચે ઇલેક્ટ્રોલાઈઝર્સ અને ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવા માટે અત્યાધુનિક પ્લાન્ટ નાખશે. આ નવા પ્લાન્ટ થકી ૫૦,૦૦૦થી વધુ લોકોને રોજગારી મળશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

કંપનીના સીઈઓ સંદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે ક્લિન ઉર્જાનો ટકાઉ સ્રોત હાઈડ્રોજન જ છે. તેનો ઉપયોગ વીજળી પેદા કરવા માટે, વાહનો ચલાવવા માટે અને ઘરગથ્થુ વપરાશ માટે થઈ શકશે. હવાના પ્રદુષણને ઓછું કરવા એટલે કે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા ભારત સરકાર વિશ્વસ્તરે કમિટમેન્ટ આપી ચૂકી છે. આ આયોજનના ભાગરૃપે જ ગુજરાત સરકારે ગ્રીન્ઝો એનર્જીને સાણંદ-૨ ઔદ્યોગિક વસાહતમાં ૧૦,૦૦૦ ચોરસ મીટર જમીનની ફાળવણી કરવાની ખાતરી પણ આપી છે. તેમાં રૃા. ૪૫૦થી ૫૦૦ કરોડના ખર્ચે ગ્રીન હાઈડ્રોજન પેદા કરવાનો પ્લાન્ટ નાખવામાં આવશે.
READ ALSO
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે