GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદમાં શાકભાજી પણ સલામત નથી : સંશોધનમાં મળી આવ્યા અનેક ઝેરી તત્વો!

શાકભાજી

સારા સ્વાસ્થ્ય માટે આપણે લીલાં શાકભાજી ખાવાનો આગ્રહ રાખીએ છીએ. એ આગ્રહ બિલકુલ ખોટો નથી. પરંતુ હવે અમદાવાદમાં લીલાં શાકભાજી પણ ભારે પ્રદૂષિત જોવા મળ્યા છે. પંડિત દીનદયાળ યુનિવર્સિટીએ કરેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિવિધ શાકભાજી જેવા કે કોબી, રિંગણા, ટમેટાં, પાલક વગેરેમાં ઝેરી તત્વો જોવા મળ્યાં છે. આ સંશોધન માટે ગ્યાસપુર, વિલાસપુર, કાસિન્દ્રા, સારોડા, ચાંદીસર, કાલોલી, અસમાલી, ખેડા એમ વિવિધ ગામોના શાકભાજીના નમુના લેવામાં આવ્યા હતા.

આ શાકભાજીમાં નિકલ, સીસું, ઝિંક, ક્રોમિયમ, તાંબુ વગેરે તત્વો મળી આવ્યા છે, જે શરીર માટે ઘાતક છે. આ બધા તત્વોની શરીરમાં ઘૂસણખોરી અનિદ્રા, હાયપરટેન્શન, ફર્ટિલીટીમાં ઘટાડો, કિડનીને નુકસાન વગેરે બિમારીઓને આમંત્રણ આપે છે. આ પૈકીના અમુક તત્વો શરીરમાં અમુક માત્રાથી વધારે જાય તો ગંભીર સ્થિતિ સર્જી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ એ અંગે માપદંડો ઘડ્યા છે.

શાકભાજી

આ અભ્યાસ અમદાવાદ શહેર આસપાસનો છે. પરંતુ બીજા શહેરોના શાકભાજીની તપાસ કરવામાં આવે તો તેમાં પણ એમાં આવા ઝેરી તત્વો મળી આવવાની પુરી શક્યતા છે. જોકે અગાઉ રાજકોટ અંગે આવો અભ્યાસ થયો ત્યારે પણ આવા જ ઝેર મિશ્રિત પરિણામો મળ્યાં હતા. આ ઘાતુના તત્વો શરીરમાં જાય તો કાયમ માટે ઘર કરી જાય. કેમ કે શરીર આ ધાતુઓને ઓગાળી શકતું નથી. માટે શરીરના નાજુક અંગોને આ ધાતુ બહુ મોટુ નુકસાન કરે છે.

શાકભાજીમાં આ ઝેરી તત્વો દુષિત પાણી અને દુષિત જમીનમાંથી આવે છે. એ ઉપરાંત હવા પણ પ્રદૂષિત હોવાથી ખેત-પેદાશો પર તેની વિપરિત અસર થાય છે.

Read Also

Related posts

મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ

Bansari Gohel

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed

પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા

Bansari Gohel
GSTV