GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

લીલાછમ શાકભાજી પણ બની શકે છે ગંભીર બીમારીઓનું કારણ, આ વાંચીને તમને વિશ્વાસ નહીં આવે

બજારમાં મળતાં કેટલાક પ્રકારના ફળ અને શાકભાજી તેના ચળકતા રંગના કારણે તાજા અને ખાવા યોગ્ય દેખાય શકે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે. શાકભાજી અને ફળ વેચવા માટે તેમને વિવિધ રંગો રંગવામાં આવે છે.

આવી વસ્તુઓનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોના જણાવ્યાનુસાર આ રંગો અને રસાયણો લોહીમાં ભળે છે અને શરીરમાંથી બહાર નીકળતા નથી તેના કારણે લીવર, કિડની અને હાર્ટને ગંભીર નુકસાન થાય છે.

એફએસડીએ દ્વારા તાજેતરમાં  શાકભાજી વિક્રેતાઓને આ હાનિકારક રંગો અને જંતુનાશક દવાઓથી થતી નુકસાનકારક અસરો વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે કેટલાક સ્થાનેથી શાકભાજીના 37 નમૂના લઈ તેને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

આ રીતે થાય છે નુકસાન: 

મોટાભાગની વસ્તુઓમાં લીલા રંગની મીલાવટ થાય છે.  તેમાં મેલાકાઇટ ગ્રીન નામનું એક કેમિકલ હોય છે. તે લોહીમાં એકઠું થતું રહે છે. એક મર્યાદા પછી તે શરીરના કોષ ને વિકૃત કરવાનું શરૂ કરે છે. તેનાથી ટ્યૂમર અને કેન્સર થઈ શકે છે.

આ જ રીતે લાલ રંગ માટે રોડામાઇન, પીળા રંગ માટે ઓરમાઇન રંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્રણેય રસાયણો લિવર, કિડની, હૃદય માટે હાનિકારક છે. તેના પરિણામે હૃદયની ગતિ અનિયમિત થવા લાગે છે. કિડની અને લિવર પણ  ખરાબ થાય  છે. તેના નુકસાનથી બચવા માટે ફળ અને શાકભાજીને કલોરિનના પાણીમાં બરાબર ધોઈ ઉપયોગમાં લેવા જોઈએ.  

થોડા સમય પહેલા એફએસડીએની ટીમે દિલ્હીમાંથી ખતરનાક રંગવાળા શેકેલા ચણાનો જથ્થો પકડી પાડ્યો હતો. આશરે 400 ક્વિન્ટલ ચણા સ્થળ પરથી જપ્ત કરાયા હતા.  આ ચણાને ઓરામાઈન રંગથી રંગવામાં આવ્યા હતા. આ ચણાની પરખ કરવા માટે તેને પાણીમાં એક કલાક સુધી પલાળી રાખવામાં આવ્યા તો પાણીનો રંગ પીળો થઈ ગયો. 

શાકભાજીમાં થતા લીલા રંગની મિલાવટ વિશે જાણવા માટે  રૂને પાણી અથવા તેલમાં પલાળીને મરચાં, પરવળ અથવા ભીંડાના બહારના ભાગ પર ઘસવું. જો રૂનો રંગ લીલો થાય તો સમજી લેવું કે તેના પર કલર કરવામાં આવ્યો છે. 

લીલા વટાણાને બ્લોટિંગ પેપર પર  રાખવાથી તેના પર કૃત્રિમ રંગ તરી આવે છે. આ સિવાય કાચનો એક ગ્લાસ પાણીથી ભરવો અને તેમાં વટાણાને અડધો કલાક માટે છોડી દો આમ કરવાથી તેમાં રંગ દેખાવા લાગશે.

Read Also

Related posts

દેશમાં કોરોનાની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, એક સપ્તાહમાં 61 હજાર કેસ વધ્યા

Nilesh Jethva

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva

મહીસાગર જિલ્લાના આ ગામમાં લોકોને પાણી માટે મારવા પડે છે વલખા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!