GSTV

મોંઘેરા મહેમાન: ટ્રમ્પ અને મેલાનિયા માટે મોટેરા સ્ટેડિયમમાં બનાવાયો આલિશાન ‘ગ્રીન રૂમ’, ભવ્યતા જોઈ આંખો પહોંળી થઈ જશે

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે.રાજ્ય સરકાર અને મ્યુનિ.કોર્પોરેશન કરોડોના ખર્ચે કરી શહેરની કાયાપલટ કરી રહ્યાં છે. એટલું જ નહીં, વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્નિ મેલાનિયા માટે ફાઇવ સ્ટાર હોટલના સ્યુટને ટક્કર મારે તેવો આલિશાન ગ્રીન રૂમ બનાવવામાં આવી રહ્યો છે. રોડ શો બાદ મોટેરા સ્ટેડિયમ પહોંચી ડોનાલ્ડ ટ્રમ્પ-મેલાનિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક મિનિટો માટે આરામ કરી શકે અને રિફ્રેશ થાય તે માટે સ્ટેડિયમના કલબ હાઉસમાં ખાસ સુવિધા ઉભી કરાઇ છે.

અમેરિકન એજન્સીઓના અત્યારથી જ ધામા, સ્ટેડિયમના ખૂણે ખૂણાની તપાસ

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને પગલે અમેરિકન સુરક્ષા એજન્સીઓએ અત્યારથી જ શહેરમાં ધામા નાંખ્યા છે.રોડ શોના રૂટથી માંડીને સ્ટેડિયમના ખૂણે ખૂણાની ચકાસણી કરીને સુરક્ષાની સમિક્ષા કરવામાં આવી રહી છે. સુરક્ષામાં કયાંક ચૂક રહી ન જાય તે માટે અત્યારથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીઆશ્રમની આસપાસનો વિસ્તાર જાણે અભેદ કિલ્લામાં ફેરવાયો છે. સ્પાય કેમેરાથી માંડીને ફાયર સિસ્ટમ,મરિન કમાન્ડોને લગતી સુરક્ષાની સામગ્રી લઇને યુએસ એરફોર્સનુ હરક્યુલસ વિમાન અમદાવાદ આવી પહોચ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેમની પત્નિ મેલાનિયા પણ અમદાવાદ આવી રહ્યાં છે.માત્ર સાડા ત્રણ કલાક સુધી જ તેઓ અમદાવાદમાં રોકાનાર છે.

મોટેરા સ્ટેડિયમમાં આરામ કરવા આલિશાન સ્યુટ

અમદાવાદ એરપોર્ટ પર ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયા બાદ તેઓ ગાંધીઆશ્રમ પહોંચશે. ત્યાથી તેઓ રોડ શો કરીને મોટેરા સ્ટેડિયમ જશે. 35 ડીગ્રી ગરમીમાં રોડ શો પૂર્ણ કરી મોટેરા સ્ટેડિયમમાં થોડીક વાર આરામ કરી શકે તે માટે કલબ હાઉસમાં આલિશાન સ્યુટ બનાવાયો છે. જેમાં અમેરિકન પ્રોટોકોલ મુજબની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ જ પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ અલાયદા સ્યુટ તૈયાર કરાયો છે. સુંદર કલાત્મક ફર્નિચરથી ગ્રીન રૂમને અદભૂત આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ટ્રમ્પ અને મેલાનિયાને પિરસવામાં આવશે આ નાસ્તાઓ

આ બંને મહાનુભાવો કાળઝાળ ગરમીમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ થોડીક મિનિટો આરામ કરશે. ટ્રમ્પ અને મેલાનિયાને કોફી,ચોકલેટ શેક, ફ્રૂટ સહિતના વિવિધ નાસ્તાઓ પિરસવામાં આવનાર છે. તમામ વાનગીઓનુ અમેરિકન એજન્સી ચેકિંગ કરશે ત્યાર બાદ જ મહાનુભાનોને ચા-પાણી,નાસ્તા પિરસવામાં આવશે.આમ, મોટેરા સ્ટેડિયમના કલબ હાઉસમાં અન્ય અમેરિકન ડેલિગેશન ઉપરાંત આમંત્રિતો માટે ચા,પાણી,ભોજન માટે વ્યવસૃથા કરાઇ છે.

Read Also

Related posts

કોરોના સામે આશાનું કિરણ, એક ડોજ અને કોરોના વાયરસ 48 કલાકમાં ખતમ !

Nilesh Jethva

કોરોના સામે લડવા પીએમ મોદીએ આ દિગ્ગજ નેતા સાથે મીલાવ્યો હાથ

Nilesh Jethva

અમદાવાદ ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું : નહેરાએ આટલા દિવસ ઘરમાંથી બહાર ન નીકળવા આપી ચેતવણી, ટોપ લેવલની બેઠક યોજાઈ

Karan
Do NOT follow this link or you will be banned from the site!