GSTV
Home » News » સુરેન્દ્રનગરના આ ગામેથી લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ

સુરેન્દ્રનગરના આ ગામેથી લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ

સુરેન્દ્રનગરના ચોટીલાના ખેરડી ગામેથી લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. રાજકોટ એસઓજીએ એક હજાર કિલોથી વધુના લીલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. ચોટીલાથી કુવાડવાના રસ્તા પર રાધે હોટલની પાસે એક વાહનમાંથી 1300 કિલો લીલો ગાંજો મળી આવ્યો હતો. આ શખ્સની પૂછપરછ કરતા ચોટીલના ખેરડી ગામે રહેતા મુની બાપુ નામના વ્યક્તિએ આ જથ્થો આપ્યો હોવાનું કહ્યુ હતું. જે બાદ તે શખ્સને લઈને પોલીસ તે શખ્સને ત્યાં પહોંચી હતી.અને ત્યાંથી એક હજાર કિલો લીલો ગાંજો મળી આવ્યો હતો. વાલજી બાવળિયાની વાડીમાં લીલા ગાંજાનું વાવેતર કરેલા 201 છોડ અને સાતથી નવ જેટલા ફ્રૂટનો છોડ મળી આવ્યા હતા. જેનું વજન અને કિંમત કેટલી થાય છે. તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Related posts

રાત્રે 10 વાગ્યા બાદ ગરબા ક્લાસીસ ચલાવવા પર પ્રતિબંધ, સંચાલકોને અપાયા આ આદેશ

Bansari

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

Mayur

સુરતમાં 15 વર્ષની વિદ્યાર્થિનીએ ટ્યુશનથી ઘરે આવ્યા બાદ કર્યો આપઘાત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!