GSTV
Home » News » લીલા રંગના ચાંદ-તારાવાળા ઝંડા સાથે ઇસ્લામને કોઇ લેવા-દેવા નથી

લીલા રંગના ચાંદ-તારાવાળા ઝંડા સાથે ઇસ્લામને કોઇ લેવા-દેવા નથી

તીન તલાક, હલાલા બાદ હવે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ઈસ્લામના નામ પર ચાંદ-તારાવાળા લીલા ઝંડા લહેરાવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી છે. અરજદાર વસીમ રિઝવીએ દલીલ કરી છે કે લીલા કપડા પર ચાંદ-તારાના નિશાનવાળા મુસ્લિમ લીગના ઝંડાની ઈસ્લામિક માન્યતાઓ સાથે કોઈ લેવાદેવા નથી. લીલો રંગ અને ચાંદ-તારા ઈસ્લામનો અભિન્ન હિસ્સો નથી. વસીમ રિઝવીએ આ ઝંડાને દુશ્મન દેશની રાજકીય પાર્ટીનો ઝંડો ગણાવ્ય છે.

તેમણે ક્હ્યુ છેકે આને મળતો આવતો ઝંડો પાકિસ્તાનનો છે અને ઈસ્લામના નામ પર આવા ઝંડા ફરકાવનારાઓ હકીકતમાં પાકિસ્તાન સાથે ખુદની સંલગ્નતા મહેસૂસ કરે છે. શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે આ ઝંડો 1906મં બનેલી મુસ્લિમ લીગનો હતો. તે 1946માં સમાપ્ત થઈ ગઈ.

દેશના વિભાજન માટે જવાબદાર મહત્વના કિરદારોમાં સામે મુસ્લિમ લીગે 1947માં પાકિસ્તાનમાં નવું રૂપ ધારણ કર્યું અને નવું નામ પણ અપનાવ્યું. પરંતુ પોતાનું નિશાન અને ઝંડો તે ચાંદ-તારાવાળા લીલા ઝંડાને રાખ્યું. રિઝવીએ કહ્યુ છે કે મુસ્લિમ લીગ લીલા ચાંદ-તારા ઝંડા સાથે મુસ્લિમ લીગ કાયદે આઝમના નામે ઓળખાવા લાગી. પાકિસ્તાનનો ઝંડો પણ મુસ્લિમ લીગના ઝંડામાં એક સફેદ પટ્ટી લગાવીને તૈયાર કરવામાં આવ્યો હતો. ઈસ્લામના નામ પર આવા ઝંડા ઈમારતોની છતો પર ફરકાવવો પોતાના દેશના બંધારણ, સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે.

બંધારણ આની ક્યારેય મંજૂરી આપે નહીં કે લોકો ધર્મ અથવા સેક્યુલારિઝ્મની આડમાં દુશ્મન દેશની ખાસ રાજકીય પાર્ટીનો ઝંડો પોતાના ઘરો, ઈમારતો અને અન્ય જાહેર સ્થાનો પર ફરકાવે. વસીમ રિઝવીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે ઈસ્લામમાં લીલો નહીં. પણ કાળો રંગ મહત્વ ધરાવે છે. હઝરત મોહમ્મદ સાહેબને પણ કાળો રંગ વધારે પસંદ હતો. તેને કારણે જ તેમનું નામ કાલી કમલીવાલે પણ છે. હદીસ પણ જણાવે છે કે હઝરત મોહમ્મદ સાહેબ કાળો અમામા પહેરતા હતા.

તેની સાથે જ કાબા શરીફ પર ગિલાફ પણ કાળા રંગોનો જ છે. ઈતિહાસ સાક્ષી છે કે હઝરત મોહમ્મદ સાહેબ જ્યારે કાબામાં પ્રવેશ્યા હતા. ત્યારે તેમના હાથમાં લીલો નહીં. પણ શાંતિ અને અમનનું નિશાન સફેદ ઝંડો લહેરાતો હતો, લીલો નહીં. સુપ્રીમ કોર્ટ વસીમ રિઝવીની અરજી પર સુનાવણી કરવાની છે.

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!