GSTV

શરીર માટે ગુણકારી છે લીલી એલચી, સેવન કરવાથી મળે છે ઘણા ફાયદા

Last Updated on November 22, 2020 by Ankita Trada

લીલી એલચીનો વપરાશ ભારતીય રસોઈમાં ખૂબ કરવામાં આવે છે. આ મસાલા, ચા, મિઠાઈ, ખુશ્બૂ વધારવા અને માઉથ ફ્રેશનર તરીકે પણ કરવામાં આવે છે. આ એક આયુર્વેદિક ઔષધિ પણ છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ઈલાયચી શરીર સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તેનું દરરોજ સેવન કરવાથી તમને ઘણા બધા લાભ આપે છે.

શરીરમાંથી ઝેરીલા પદાર્થ બહાર કાઢે

એલચીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજ હોય છે. જે શરીરમાં હાજર ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. સાથે જ એલચી રક્તપાચ પણ કંટ્રોલ કરે છે.

કફ શરદી, ઉધરસમાં ફાયદાકારક

એલચી, કફ, શરદી, ઉધરસ જેવી સમસ્યાઓને પણ દૂર કરે છે. એલચીના તેલના કેટલાક ટીપા ગરમ પાણીમાં નાખીને 15 મિનિટ સુધી ભાપ લેવાથી છાતીમાં જકડન અને શ્વાસ લેવામાં તકલીફ દૂર થઈ જાય છે. તેનાથી કફ સાફ થાય છે.

હાજમાં અને મોઢામાંથી દુર્ગંધ ઓછી કરે

એલચી, હાજમાં સારુ કરવામાં પણ કામ કરે છે. સાથે જ આ એક પ્રકારનું માઉથ ફ્રેશનર પણ હોય છે. તેનાથી મોઢામાંથી દુર્ગંધ ઓછી થઈ જાય છે. મોઢામાંથી દુર્ગંધ આવવાની પરેશાન છે, તો ભોજન કર્યા બાદ એક અથવા બે એલચી ચાવી લેવી જોઈએ.

એસિડિટીમાં લાભ

પેટમાં ગેસની સમસ્યા હોવાથી માથામાં દુઃખાવો થવા લાગે છે. તેથી આવુ ક્યારેય પણ મેહસૂસ થાય તો એલચીનું સેવન કરો. તમે બસ ભોજન કર્યા બાદ મોઢામાંથી પાંચ મિનિટ સુધી એલચી પાવડરને ચાવી લો. તેનાથી પાચનની પ્રક્રિયા પણ સાચી રહે છે.

READ ALSO

Related posts

જાણવા જેવુ / એન-95 માસ્કનો કેવી રીતે કરવો ઉપયોગ? કેમ તેનો ઉપયોગ કરતા પહેલા કરવું પડે સેનિટાઇઝ ?

GSTV Web Desk

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!