GSTV
Gujarat Government Advertisement

એક ડુંગળીના વઘારે કર્યો એટલો હંગામો કે સાસું પહોંચી ગઈ પોલીસ સ્ટેશન અને પછી થયું એવું કે…

Last Updated on June 8, 2019 by Arohi

ગ્રેટર નોએડામાં બિલાસપુર સ્ટેશનમાં ગુરુવારની સાંજે ખૂબ ડ્રામા થયો. એક 80 વર્ષની વૃદ્ધ મહિલા પોતાની વહુની ફરિયાદ લઈને આવી હતી. ફરિયાદ એ હતી કે તેને ડુંગળી ખાવી પસંદ નથી તો પણ વહુ ભોજનમાં ડુંગળીનો વઘાર કરે છે.

80 વર્ષની વૃદ્ધ મહિલા બિલાસપુર વિસ્તારમાં રહે છે જે દનકૌર કોતવાલીમાં આવે છે. ગુરુવારની સાંજે તે બિલાસપુર પોલીસ સ્ટેશન પહોંચી. વહુની વિરૂદ્ધ ફરિયાદ કરવાની માંગ કરી. તેણે જણાવ્યું કે તેને ડુંગળી ખાવી પસંદ નથી. ના પાડ્યા છતા તે ડુંગળીનો વઘાર કરે છે. દિકરો પણ તેની વાત નથી સાંભળતો અને પત્નીનો સાથ આપે છે.

પોલીસ કર્મચારીઓએ વૃદ્ધ મહિલાને ઘણા સમય સુધી સમજાવ્યું કે આ ઘરેલું મામલો છે. તેને સાથે બેસીને વાત કરીને તેનું નિવારણ લાવવું જોઈએ. પરંતુ તે જીદ પર અડી ગઈ હતી અને હંગામો કર્યો હતો. ત્યાંર બાદ તેમના દિકરાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને તેણે પોતાની માતાને વચન આપ્યું કે હવે ડુંગળીનો વઘાર કરવામાં નહીં આવે ત્યારે વૃદ્ધ મહિલા શાંત થઈ અને ઘરે જવા માટે રાજી થઈ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર

Harshad Patel

પ્રિયંકા ગાંધીના આરોપો પર બીજેપી નેતા સંબિત પાત્રાએ આપ્યો આ સ્ફોટક જવાબ, આપત્તિના સમયમાં ગરમાયું રાજકારણ

Harshad Patel

મોટી રાહત / કોરોનાની બીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ ભારતીય રસી યુકે-બ્રાઝિલ વરિઅન્ટ સામે અસરકારક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!