GSTV

Hyderabad Result/ TRSની ધમાકેદાર વાપસી, BJP-AIMIM વચ્ચે કાંટાની ટક્કર, જાણો ત્રીજા નંબરે કઈ પાર્ટી આવી

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીમાં હાલ કાંટાની ટક્કર ચાલી રહી છે. અત્યાર સુધીના અનુમાનોમાં ઘણા ઉલટફેર જોવા મળ્યા છે. શરૂઆતમાં પાછળ રહ્યા બાદ ટીઆરએસે શાનદાર છલાંગ લગાવી છે. કેસીઆરની પાર્ટી હવે પ્રથમ સ્થાને આવી ગઈ છે. જ્યારે બીજા નંબર ભાજપ અને AIMIM વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે.

શરૂઆતી અનુમાનોમાં તો ભાજપ બહુમતનો આંકડો પાર કરતી દેખાતી હતી, પણ ધીમે ધીમે ટીઆરએસ તેના પર હાવી થઈ ગઈ. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી અને ભાજપ વચ્ચે હવે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

150 સીટોમાંથી 106 સીટોના પરિણામો આવી ગયા છે. જેમાંથી ટીઆરએસ 42 સીટો પર જીત મેળવી ચુક્યુ છે. તો વળી AIMIM 37 અને ભાજપ 25 સીટો પર જીત મેળવી લીધી છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં ફક્ત 2 સીટ ગઈ છે.

પક્ષઆગળજીતકુલ
TRS174562
AIMIM103343
ભાજપ103343
કોંગ્રેસ022
TDP000
IND000
અન્ય000

ભાજપના સાંસદ બોલ્યા: તેલંગાણાની જનતા પરિવર્તન ઈચ્છે છે

ભાજપ સાંસદ ડી. અરવિંદે કહ્યું છે કે તેલંગાણા રાજ્યમાં પરિવર્તન શરૂ થઇ ગયું છે. તમે લોકસભા ચૂંટણીના પરિણામો અને બાદમાં ડબ્બાકા પેટ ચૂંટણી અને હવે હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીના રૂઝાન જોઈ લો. આપણે સાંજ સુધી રાહ જોવી જોઈએ. પરંતુ, આ ટીઆરએસને સ્પષ્ટ સનદેશ છે કે લોકો પરિવર્તન ઈચ્છે છે.

2016માં ભાજપને મળી હતી માત્ર 3 બેઠકો

વર્ષ 2016માં થયેલ ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ ચૂંટણીની વાત કરીયે તો ટીઆરએસએ 150 વોર્ડમાંથી 99 વોર્ડમાં જીત મેળવી હતી. જયારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ને 44 વોર્ડમાં જીત મળી હતી જયારે ભાજપને માત્ર અને માત્ર 3 બેઠકો પર જીત મળી હતી.  તો કોંગ્રેસને પણ માત્ર 2 બેઠકો મળી હતી. આ રીતે ગ્રેટર હૈદરાબાદ અને જુના હૈદરાબાદના નિગમ પર કેસીઆર અને ઓવૈસીની પાર્ટીનો દબદબો રહ્યો હતો.

હૈદરાબાદ મહાનગર પાલિકાની ચૂંટણીનાં પરિણામો આવવાની આજે સવારે શરૂઆત થઇ હતી. પ્રથમદર્શી અહેવાલ મુજબ આ વખતે ભાજપ લીડમાં હતો અને ટીઆરએસ તથા ઓવૈસીનો પક્ષ પાછળ હતા.

સામાન્ય રીતે કોઇ શહેરની મ્યુનિસિપલ ચૂંટણી આટલી રસાકસી જમાવતી નથી પરંતુ ભાજપ કોઇ પણ ભોગે સાઉથમાં પગપેસારો કરવા આતુર હતો એટલે આ  વખતે હૈદરાબાદની ચૂંટણીમાં ભાજપના ધુરંધર નેતાઓ પ્રચારમાં ઊતર્યા હતા. આવા નેતાઓમાં કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને સ્મૃતિ ઇરાનીનો સમાવેશ થયો હતો.

હૈદરાબાદ મ્યુનિસિપલ ચૂંટણીનાં પરિણામો પરથી આવી રહેલા સમયનો અણસાર મળવાની ધારણા હતી. આવતા વરસે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી છે. ભાજપની વગ ક્યાં કેટલી વધી ઘટી છે એનો અણસાર કદાચ આ ચૂંટણી પરથી આવી શકે. 2015ની ચૂંટણીમાં  ટીઆરએસ અને ઓવૈસી મેદાન મારી ગયા હતા. ભાજપને રોકડી એક બેઠક મળી હતી.

આ વખતે ભાજપને વધુ બેઠકો મળવાની અપેક્ષા હતી. ભાજપને વધુ બેઠકો મળે તો એનો એક અર્થ એવો પણ કરી શકાય કે ઓવૈસીની વગ પોતાનાજ વિસ્તારમાં ઘટી રહી હતી.

READ ALSO

Related posts

આખા દેશમાં લાગૂ કરી દો દારૂબંધીનો કાયદો/ નહીં થાય રેપ અને હત્યા જેવી ઘટનાઓ, મોદી સરકારમાં રહી ચુકેલા આ મંત્રીએ કરી વકીલાત

Pravin Makwana

વિદેશથી આવતા સમયે સોનું અને દારૂ લાવતા હોય તો જાણી લેજો આ વાત, ભારતમાં આટલી છે તેની મર્યાદા…

Ali Asgar Devjani

ગુજરાત એટીએસને મળી સૌથી મોટી સફળતા/ ઓઈલ પાઈપલાઈનમાં પંચર કરી કરોડોની કમાણી કરતો, 8 રાજ્યોની પોલીસ શોધતી હતી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!