GSTV

ઈરફાને કાઢી હૈયાવરાળ, કહ્યું હાર્દિક અને રોહિત પર છે આ લોકોનો હાથ

Last Updated on September 30, 2017 by

હાર્દિક પંડ્યાની ઓલરાઉન્ડર ક્ષમતા પર વિશ્વાસ બતાવવા પર ઇરફાન પઠાણે કપ્તાન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ ગત વર્ષથી જ ભારત માટે રમવાનું શરૂ કર્યું છે. તેણે પણ એવા પ્રકારની આશા જગાવી છે, જેમ લગભગ 14 વર્ષ પહેલા વડોદરાના તેના સાથી ખેલાડી ઇરફાન પઠાણે જગાવી હતી, ત્યારે તેણે ડિસેમ્બર 2003માં ઓસ્ટ્રેલિયા સામે પદાર્પણ કર્યું હતું.

ઇરફાન પઠાણે કહ્યું કે, કપ્તાનને ખેલાડીઓને સમર્થન કરતા જોવું સારુ છે. તમે હેરાન થાવ છો કે, કેટલાક સારા ખેલાડીઓને એટલું સમર્થન કરવામાં નથી આવ્યું, નહીંતર તેમની કરિયર લાંબી હોઇ શકતી હતી. માત્ર હાર્દિક જ નહીં પરંતુ કોઇપણ ખેલાડીને ઉપરની તરફ વધવામાં કપ્તાનના સમર્થનની ઘણી મહત્વની ભૂમિકા હોય છે.

ઇરફાને એમ પણ કહ્યું કે, કેદાર જાધવ આટલા વર્ષો સુધી ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ કરી રહ્યો હતો પરંતુ, તેને વિરાટની આગેવાનીમાં સમર્થન મળ્યું. વિરાટ તમામ યુવાનોનું સમર્થન કરી રહ્યો છે, એક કે બે નહીં. જો તમને કપ્તાન અને ટીમ મેનેજમેન્ટનું સમર્થન મળે તો ખેલાડી પણ સારો દેખાવ કરે છે. રોહિત શર્માને સતત માહી ભાઇનું સમર્થન મળ્યું હતું, અને હવે તેને જુઓ. તે દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.

ઉલ્લેખનીય છેકે, ઇરફાન પઠાણે વર્ષ 2012માં છેલ્લી મેચ રમી હતી.

Related posts

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!