સુપ્રીમ કોર્ટે રફાલ કેસ મામલે મહત્વનો ચૂકાદો આપતા પુનવિચાર અરજીને ફગાવી દીધી છે. જેથી કેન્દ્ર સરકારને મોટી રાહત થઈ છે. જેથી હવે રાફેલ મુદ્દે કોઈ પણ તપાસ નહીં થાય.
સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ વિમાન સોદામાં મોદી સરકારને મોટી રાહત મળી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની વાળી બેચે રાફેલ મામલામાં દાખલ કરવામાં આવેલી પુનઃવિચાર અરજીને ફગાવી દીધી છે.
રાફેલ વિમાન ડીલ મામલામાં સુપ્રીમના 2018ના આદેશ પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિત અન્ય લોકો દ્વારા પુનઃવિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની પીઠે ચુકાદો આપ્યો છે.
આ લોકોએ કરી હતી અરજી

કોર્ટે રફાલ વિમાનોની ખરીદીની ડીલની કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગને નકારી હતી. જેથી ભાજપના પૂર્વ નેતા યશવંત સિન્હા, અરુણ શૌરી સહિત અન્ય અરજીકર્તાઓએ પુનર્વિચારણા અરજી દાખલ કરી હતી. ફ્રાન્સમાં રફાલ ફાઇટર વિમાન ખરીદવાની પ્રક્રિયામાં બે જનહિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
લડાકુ વિમાનની કિંમત અંગે પણ ઉભો થયો હતો સવાલ

આ સિવાય લડાકુ વિમાનની કિંમત, કોન્ટ્રાક્ટ, કંપનીની ભૂમિકા સામે સવાલ ઉભો કરવામાં આવ્યો હતો. પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોર્ટ આ મામલે કોઈ દખલ નહીં કરે. તે સાથે જ ખરીદ પ્રક્રિયા સામે પણ કોઈ સવાલ ઉભા કરવામાં નહોતા આવ્યા. આ નિર્ણય પછી સુપ્રીમ કોર્ટમાં ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સરકાર પર સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
Read Also
- ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી
- દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ
- પ્રિયંકા અને નિકને હવે આ જ કરવાનું બાકી રહી ગયું હતું, નવા કામનું નામ જાણી રહી જશો દંગ
- સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?
- જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ