GSTV

ખુશખબરી / સોનુ ખરીદવાનો શાનદાર મોકો, 6 મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો ભાવ

સોનુ

Last Updated on September 20, 2021 by Zainul Ansari

હાલ MCX પર સોનાનો ઓક્ટોબર વાયદો નીચલી સપાટીએ શરૂ થયો હતો. નબળા વૈશ્વિક સંકેતોને કારણે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. મજબૂત અમેરિકી ડોલર વચ્ચે હાલ આ મહિને MCX પર સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજ રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર વાયદા સોનાનો ભાવ 0.13 ટકા ઘટ્યો હતો. તે જ સમયે ડિસેમ્બર વાયદા ચાંદીની કિંમતમા પણ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સોનાની કિંમત 0.16 ટકા જેટલી ઘટી હતી, જ્યારે ચાંદીના ભાવમા 1.76 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

સોનુ

ગયા અઠવાડિયામાં રહેલા સોનાના ભાવ :

જો ગયા અઠવાડિયાના સોનાના ભાવમાં થયેલા ફેરફારો વિશે વાત કરીએ તો સોમવારના દિવસે સોનાનો ભાવ 46908/10 ગ્રામ, મંગળવારના દિવસે 46860/10 ગ્રામ, બુધવારના દિવસે 46896/10 ગ્રામ, ગુરુવારના દિવસે 46076/10 ગ્રામ અને શુક્રવારના દિવસે 46076/10 ગ્રામ ભાવ જોવા મળ્યો હતો.

ચાંદીના નવા ભાવ :

બીજી બાજુ એમસીએક્સ પર ડિસેમ્બર વાયદો ચાંદી પણ 565 રૂપિયા એટલે કે 1 ટકા ઘટીને 59,427 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ 0.3 ટકા ઘટીને 22.33 ડોલર પ્રતિ ઔંસ રહ્યો હતો.

સોનુ

શું કહે છે નિષ્ણાતો?

નિષ્ણાતોના મત મુજબ આવનાર દિવસોમાં સોનાના ભાવ હજુ પણ વધારે ઘટી શકે છે. વર્તમાન સમયના સ્થાનિક બજારમાં સોનાનો ભાવ 6 મહિનાના નીચા સ્તર પર છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાએ પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાની વિક્રમી સપાટી બનાવી હતી. કોટક સિક્યોરિટીઝે જણાવ્યું હતું કે, યુએસ ડોલર અને ઇક્વિટી માર્કેટમાં વલણને કારણે સોનાની સ્થિતિમાં ફેરફાર થઇ શકે છે.રોકાણકારો ફેડની નાણાકીય નીતિ અને ચીનની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

છેલ્લા અઠવાડિયામાં જોવા મળ્યો ભાવમાં ઘટાડો :

શુક્રવારના રોજ છેલ્લા અઠવાડિયે બુલિયન બજારમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9 ટકાનું સોનું 1,130 રૂપિયા ઘટીને 45,207 પ્રતિ 10 ગ્રામ થયું હતું. આ સિવાય ચાંદીના ભાવમાં પણ સારો એવો ઘટાડો જોવા મળ્યો હતો અને 708 રૂપિયા પ્રતિ કિલો ઘટીને 60,183 રૂપિયા પ્રતિ કિલો થઈ હતી.

Read Also

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!