GSTV
Bollywood Entertainment ટોપ સ્ટોરી

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

ટીવી ઈન્ડસ્ટ્રી માંથી વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના પીઢ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ બાદ વધુ એક કોમેડિયને દુનિયાને અલવિદા કહી દીધું છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક પરાગ કંસારાનું નિધન થયું છે. તેના મિત્ર અને પ્રખ્યાત કોમેડિયન સુનીલ પાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી છે.

પરાગ કંસારા નિધન પર શોક વ્યક્ત કર્યો

કોમેડિયન સુનીલ પાલે પરાગ કંસારા નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સુનીલ પાલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને ભાવુક દેખાઈ રહ્યા છે, તેમણે કહ્યું કે, હેલો મિત્રો, કોમેડીના ક્ષેત્રમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે, અમારા લેફ્ટ ચેલેન્જ પાર્ટનર પરાગ કંસારા જી હવે આ દુનિયામાં નથી. દરેક વસ્તુની વિરુદ્ધ વિચાર કરો એમ કહીને તે અમને હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં નથી. ખબર નથી કોને કોમેડીની દુનિયાની નજર લાગી ગઈ છે. અમે થોડા દિવસ પહેલા જ રાજુભાઈને ગુમાવ્યા હતા. આપણે એક પછી એક કોમેડીનો સ્તંભ ગુમાવી રહ્યા છીએ. સુનીલ પાલે પણ આ વીડિયોમાં દિપેશ ભાનને યાદ કર્યા છે.

પરાગ કંસારા ગુજરાતનો રહેવાસી હતો

પરાગ ગુજરાતના વડોદરાનો રહેવાસી હતા. તેઓ ઘણા સમયથી ટીવી અને કોમેડી શોથી દૂર હતા. પરાગ ટીવીના સુપરહિટ કોમેડી રિયાલિટી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. આ શો શો ભારતીય ટેલિવિઝનનો પ્રથમ એવો શો હતો જેણે સ્ટેન્ડઅપ કોમેડિયનને એક મોટું પ્લેટફોર્મ આપવાનું કામ કર્યું હતું. આ શોએ નવા કોમેડિયનોને પણ પોતાની છાપ બનાવવાની તક આપી. આ શોથી પરાગને ઘરે-ઘરે ઓળખ મળી.

READ ALSO

Related posts

આતંરીક ડખ્ખો! ભાજપ સંખેડા બેઠકના ઉમેદવાર સામે પોસ્ટર વોર, પોસ્ટર પર કાળો કુચડો ફેરવ્યો તેમજ ફાડી નખાયા

pratikshah

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે! અમદાવાદ, કડી, આેલપાડ અને ડેડીયાપાડામાં જંગી જાહેરસભાને સંબોધશે

pratikshah

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ અરબાઝ ખાનની પૂર્વ પત્નીનો ઉલ્લેખ કરી જણાવ્યું કે મલાઈકા સાથે કેવા છે તેના સંબંધો ?

Padma Patel
GSTV