GSTV
Gujarat Government Advertisement

WhatsApp જલ્દી લાવી રહ્યુ છે આ શ્રેષ્ઠ ફીચર, યુઝર્સને સ્ટોરેજની સમસ્યામાંથી મળશે છુટકારો!

Whatsapp

Last Updated on August 29, 2020 by pratik shah

ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ WhatsApp હંમેશા પોતાના યુઝર્સ માટે નવા-નવા ફીચર લઈને આવતુ રહે છે. WhatsApp એક એવી સુવિધા એપ પર કામ કરી રહ્યુ છે. જે બધા આઈફોન અને એન્ડ્રોઈડ સ્માર્ટફોન યૂઝર્સના સ્ટોરેજ સાથે જોડાયેલી સમસ્યાને ખતમ કરી આપશે. કંપની એક એવા જ નવા ફીચર પર કામ કરી રહ્યુ છે જે યૂઝર્સને એ જોવામાં મદદ કરશે કે, તેમના સ્માર્ટફોન પર મીડિયા ફાઈલ અને ડૉક્યૂમેન્ટ્સ માટે કેટલી સ્પેસ બાકી છે. ફોનમાં ઓછામાં ઓછી સ્પેસ હોવાના કારણે ઘણી વખત યૂઝરસને સ્ટોરેજની તકલીફ આવવા લાગે છે. આ ફીચર આવ્યા બાદ યૂઝર ડૉક્યૂમેન્ટને શેર કરતા પહેલા સ્પેસ ચેક કરી શકશે.

આ રીતે જોઈ શકાશે સ્પેસ

WABetaInfo ની એક રીપોર્ટ પ્રમાણે આ નવુ ફીચર ત્રણ લાઈનમાં કામ કરશે. ફર્સ્ટ લાઈનમાં સ્ટોરેજનો ગ્રાફ દેખાશે. બીજી લાઈનમાં ‘forwarded files’ રહેશે જેમાં આ જાણકારી રહેશે કે, આ ફાઈલ્સ કેટલા સ્ટોરેજની ખપત કરી રહી છે. ત્રીજી લાઈનમાં મોટી ફાઈલ્સ અને તેના દ્વારા વપરાશ કરવામાં આવી રહેલી સ્ટોરેજની જાણકારી રહેશે. નવા ટૂલની સાથે જૂનુ ફીચર પણ ઉપલબ્ધ રહેશે. જે થકી યૂઝર્સ દરેક ચેટમાં વપરાશ કરવામાં આવેલ સ્ટોરેજને ટ્રેક કરી શકશે.

ફીચરની મદદથી યૂઝર્સ સ્પેસ ખાલી કરી શકશે

આ સુવિધાને લઈને હજુ ટેસ્ટિંગ પણ ચાલી રહી છે અને એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ જલ્દી જ ios અને એન્ડ્રોયડ માટે અવેલેવલ હશે. આ ફીચરની મદદથી યૂઝર્સ સ્પેસ ખાલી કરી શકશે. તે સિવાય ફોરવર્ડેડ અને મોટી ફાઈલ્સ માટે ફિલ્ટર પણ સર્ચ કરી શકશો. તે સિવાય યૂઝર્સની પાસે રિવ્યૂનો ઓપ્શન હશે અને તમે તે ફાઈલ્સને ડિલીટ કરી શકશો. જેની તમારે જરૂરિયાત નથી.

મીડિયા ફાઈલથી ભરાઈ જાય છે સ્પેસ

WhatsApp પર વીડિયો, ઓડિયો ફાઈલ અને GID જેવી મીડિયા ફાઈલને શેર કરવાથી મેમરી ભરવા લાગે છે. જેનું અમને તેના ભર્યા બાદ લાગે છે. આ એ લોકો માટે ખૂબ જ મદદ કરે છે જે ઘણી વખત ફોન પર ફાઈલ અને ડૉક્યૂમેન્ટ્સ શેર કરે છે. નવા ટૂલને હાલમાં જ WhatsApp એન્ડ્રોયડ બીટાના લેટેસ્ટ વર્ઝનમાં જોવામાં આવ્યુ છે. જલ્દી જ આ ફીચરને iOs યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નવા સમીકરણો/ પ્રથમવાર અમિત શાહનો પ્રેમ ઉભરાયો, નીતિન પટેલને ગાડીમાં લઈને ફર્યા અને એક કલાક બેઠક થઈ

Damini Patel

UPSC Exam 2021: સિવિલ સેવા પ્રિલિમરી એક્ઝામ 2021 રદ કરાઈ, નવા શિડ્યૂલ મુજબ હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Pravin Makwana

આ તે કેવો કોરોના! ગરીબો બની રહ્યાં છે બેરોજગાર, ઉભરાઇ રહી છે અમીરોનો તિજોરીઓ, જાણો શું કહે છે આંકડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!