GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

120 દિવસ સુધી ફ્રીમાં જુઓ TV: આ DTH કંપનીઓ લાવી શાનદાર ડીલ્સ

ફ્રી

ભારતીય બજારમાં ડેટા પેકથી લઇને ડીટીએચ પ્લાન્સ વચ્ચે જંગ ચાલી રહી છે જેમાં તમામ કંપનીઓએ યઝર્સ માટે ઓછી કિંમતના ડીટીએચ પેક્સ ઑફર કર્યા છે. સાથે જ હવે મોટાભાગે લોકો લાંબી વેલીડીટીની પ્લાન્સ પસંદ કરી રહ્યાં છે કારણ કે તેમને ઓછી કિંમતમાં વધુ સુવિધાઓ મળી રહી છે. આ ઉપરાંત તમને દર મહિને ટીવી કનેક્શનને રિચાર્જ કરાવાની માથાકૂટમાં પણ રાહત મળશે.

Tata Sky ની ઑફર

લાંબી વેલીડીટીના ગ્રાહકોને મોટો લાભ થશે કારણ કે હવે કંપની તેમને 12 મહિનાના રિચાર્જ પર કેશબેક આપશે. ટાટા સ્કાયનું આ કેશબેક એક મહિનાના રિચાર્જ જેટલું હશે. તેનો અર્થ એ છે કે હવે યુઝર્સને 12 મહિનાના રિચાર્જ પર એક મહિનાનું સબસ્ક્રીપ્શન ફ્રી મળશે. સાથે હવે ટાટા સ્કાય રિચાર્જના 2 દિવસમાં જ કેશબેક આપી દેશે. ટાટા સ્કાયની આ ઑફરથી અન્ય કંપનીઓ પણ આકર્ષક ઑફર્સ લઇને આવી છે.

d2h

લાંબી વેલીડીટીના પ્લાનના આ છે ફાયદા

આજના સમયમાં ફક્ત ડીટીએચ કંપનીઓ એવી છે જે પોતાના ગ્રાહકોને લૉન્ગ ટર્મ પ્લાન પર અનેક લાભ આપે છે. સાથે જ ડીટીએચના ગ્રાહકોને પણ ત્રણ મહિનાના રિચાર્જ પર 7 દિવસ, 6 મહિનાના રિચાર્જ પર 15 દિવસ અને 12 મહિનાનું રિચાર્જ કરાવે  તો તેમને 60 દિવસ ફ્રી સબસ્ક્રીપ્શન મળશે. સાથે જ તેમને 33 મહિનાના રિચાર્જ પર 90 દિવસ અને 44 મહિનાના રિચાર્જ પર 120 દિવસનું સબસ્ક્રીપ્શન મળશે.

ડિશ ટીવીની ઑફર

જણાવી દઇએ કે ડિશ ટીવી પણ પોતાના ગ્રાહકોને લૉન્ગ ટર્મ પ્લાન ઑફર કરે છે. ડિશ ટીવીના ગ્રાહકોને 3 મહિનાના રિચાર્જ પર 7 દિવસ, 6 મહિનાના રિચાર્જ પર 15 દિવસ અને એક વર્ષના રિચાર્જ પર 30 દિવસનો લાભ મળે છે.

Read Also

Related posts

ગુજરાતમાં વધતા Coronaના કેસથી ફફડ્યા આ ત્રણ રાજ્ય, ટ્રેનોને સીમામાં ઘુસવાની પાડી દીધી ના

Arohi

ચંદ્રગ્રહણ બાદ શરૂ થઈ રહ્યો છે શ્રાવણ માસ, આ 5 રાશિઓ માટે બનશે શુભ ધન યોગ

Ankita Trada

લોકડાઉનમાં હામ હારી ગયો છું, ત્રણ મહિનાથી ધંધો નથી, આવી કપરી પરિસ્થિતિમાં દિવસો કેમ કાઢવા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!