GSTV
India News Trending

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

S-400

રશિયા પાસેથી ખરીદવામાં આવેલી એસ-400 ડિફેન્સ સિસ્ટમની સરહદ પર ગોઠવણ ભારતના સંરક્ષણ ક્ષેત્રની મોટી સિધ્ધિ છે. ચીન અને પાકિસ્તાન તરફથી વધતા જતા ખતરાને પહોંચી વળવા માટે ડિફેન્સ સિસ્ટમ હોવી ખૂબ જરુરી હતી. રશિયાની એસ-400 મિસાઈલ સિસ્ટમ દુનિયાની સૌથી શક્તિશાળી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પૈકીની એક છે. જે ૪૦૦ કિલોમીટર દૂરથી થયેલા મિસાઈલ હુમલાને પણ એ નાકામ બનાવવા સક્ષમ છે. આ મિસાઈલ સુરક્ષા સિસ્ટમ અલગ અલગ ચાર મિસાઈલોથી સજ્જ છે, જે દુશ્મનના વિમાનો, બેલાસ્ટિક મિસાઈલોને તોડી પાડવા સક્ષમ છે.

આ એર ડિફેન્સ સિસ્ટમથી ભારતની સરહદોની રખેવાળી વધારે મજબૂત બનશે. ભારતીય સૈન્ય વધુ શક્તિશાળી બનશે. દુશ્મનોની મિસાઈલો સામે આ ડિફેન્સ સિસ્ટમ ભારતને અભેદ સુરક્ષા કવચ પૂરું પાડશે. S-400 એ એર ડિફેન્સ સિસ્ટમ છે, એટલે કે તે હવા દ્વારા થતા હુમલાઓને અટકાવે છે. તે દુશ્મન દેશોના મિસાઈલ, ડ્રોન, રોકેટ લોન્ચર અને ફાઈટર જેટ્સના હુમલાને રોકવામાં અસરકારક છે. તે રશિયાના અલ્માઝ સેન્ટ્રલ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. S-400 ની સૌથી મોટી ખાસિયત તેનો મોબાઈલ છે. એટલે કે તેને રસ્તા પરથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે.

તે 92N6E ઈલેક્ટ્રોનિકલી સ્ટીયર્ડ ફેઝ્ડ એરો રડાર સાથે ફીટ થયેલ છે જે લગભગ 600 કિમીના અંતરથી બહુવિધ લક્ષ્યોને શોધી શકે છે. ઑર્ડર મળ્યા પછી 5 થી 10 મિનિટમાં તે ઑપરેશન માટે તૈયાર હોય છે. S-400ના એક યુનિટ વડે 160 જેટલા ઑબ્જેક્ટને એકસાથે ટ્રેક કરી શકાય છે. એક જ ટાર્ગેટ માટે 2 મિસાઈલ લોન્ચ કરી શકાય છે. S-400 માં 400 આ સિસ્ટમની શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે. ભારતને જે સિસ્ટમ મળી છે તેની રેન્જ 400 કિલોમીટરની છે. એટલે કે તે 400 કિલોમીટર દૂરથી તેના લક્ષ્યને શોધીને કાઉન્ટર એટેક કરી શકે છે. સાથે જ તે 30 કિલોમીટરની ઉંચાઈ પર પણ પોતાના લક્ષ્ય પર હુમલો કરી શકે છે.

Read Also

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV