GSTV
Home » News » કઠુઆ ગેંગરેપ: પોતાના જ ગામમાં મળી ન જગ્યા, હવે કબર પર ખીલ્યા ખુશીઓના ફુલ

કઠુઆ ગેંગરેપ: પોતાના જ ગામમાં મળી ન જગ્યા, હવે કબર પર ખીલ્યા ખુશીઓના ફુલ

પહાડની ઉપર બોર અને થોરના વૃક્ષો વચ્ચે એક છોડ છે, જેમાં સફેદ રંગના ફુલો આવેલા છે. આ ફુલો પહેલા કળી હતા ત્યાર પછી તે કળી ખીલીને સુંદર ફુલ બન્યુ, ક્યારેક તે ફુલ તુટીને નીચે કબર પર પડે છે. તે કબરમાં અત્યારે કદાચ શાંતીથી સુતી છે તે આઠ વર્ષની માસુમ બાળકી કે જે કઠુઆમાં બર્બર ગેંગરેપ અને પછી ક્રૃર હત્યાનો શ્કાર બની હતી. કન્નાહ ગામમાં એ કબરની રખવાળી કરવા તે બાળકીના માતા પિતા રહે છે. તે સફેદ ફુલોને જોઈને લાગે છે કે છેલ્લે બાળકીની આત્મા કોર્ટના આ નિર્ણય પછી ખુશ થઈ ગઈ હોય.

બાળકીના એક પરિવારના સભ્યનુ કહેવુ છે કે તે એક કળી જેવી હતી જેને આટલી નાની ઉમરમાં જ કચડી નાખવામાં આવી. આ ફુલો છેલ્લા એક મહિનાથી છે પરંતુ છેલ્લા કેટલાંક દીવસોથી તે ખુશ હોય તેવુ લાગી રહ્યું છે. અમને એવુ લાગે છે કે કોર્ટના આવ્યા નિર્ણય પછી તેની આત્માં ઈશારો કરતી હોય. એક દિવસ પણ એવો નથી જતો કે જ્યારે અમે કબર પર આવીને તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના ન કરી હોય

આવતા રહે છે માતા-પિતા

આ કબર પહેલા કાચી હતી પરંતુ તેની પહેલી વરસીની આસપાસ તેને પાકી કરી કિનારા પર લોખંડનો કાજલ લગાવી દીધો હતો. તેના માતા-પિતા કબર પર આવતા રહે છે. કબર પર લખેલુ છે કે દમન અને અત્યાચારનો ભોગ બનેલી, શહિદ. લખ્ત-એ-જિગર. તારિખ-એ-શહાદત 17 જાન્યુઆરી 2018. બાળકીના પરિવાર સીવાય વધુ લોકો અહીં આવતા નથી.

રસાનામાં નહીં મળી કબરને જગ્યા

બાળકીના પરિવારના સદસ્ય અબ્દુલ જબ્બારના જણાવ્યા અનુસાર રસાના ગામના કેટલાંય લોકોએ તેને ગામમાં દફનાવવા માટે ના પાડી તેથી અમે તેને અમારા ગામમાં લઈ આવ્યા અને પોતાના પુર્વજોની જમીનમાં તેને દફન કરી દીધી. ત્યાર પછી તે અમારા એક વૃદ્ધ પરિવારજનના સ્વપનમાં આવી તેને જગ્યા આપવા માટે આભાર માન્યો. મને ભરોસો છે કે તેના હત્યારાઓને સજા આપી દીધી છે હવે તે જન્નતમાં ખુશ હશે. પરિવારને મળતી સતત ધમકીના કારણે ગયા વર્ષે રસાના છોડી દીધુ હતુ.

6 દોષી કરાર, 3ને ઉંમર કેદ

પંજાબની પઠાણકોટની કોર્ટે હાલમાં જ આપેલા નિર્ણયમાં 7 માંથી 6 આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. આ બાબતે મુખ્ય અપરાધી સાંજી રામ, પરવેશ કુમાર અને પોલિસ અધિકારી દીપક ખજુરિયાને ઉંમર કેદની સજા સંભળાવી હતી. બીજી તરફ પોલિસ અધિકારી સુરેંદર શર્મા, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને એસઆઈ આનંદ દત્તાને 5-5 વર્ષની કેદની સજા આપવામાં આવી છે. 

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!