GSTV

એક વર્ષની નોકરી પછી ગ્રેચ્યુઈટી મળશે, મોદી સરકાર નિયમ બદલવા મક્કમ

મોદી સરકાર ખાનગી કંપનીના કર્મચારીઓને રાહત આપવા ગ્રેચ્યુઈટી આપવાની મર્યાદા ઘટાડીને એક વર્ષ કરવાનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરશે. અત્યારે નિયમ છે કે, ખાનગી કંપનીમાં પાંચ વર્ષ નોકરી કર્યા પછી નોકરી છોડો તો જ ગ્રેચ્યુઈટી ચૂકવાય છે. મોદી સરકાર એક વર્ષમાં નોકરી છોડનારને પણ કંપનીએ ગ્રેચ્યુઈટી ચૂકવવી પડે એવો ફેરફાર કાયદામાં કરશે.

કર્મચારીઓની સ્થિતી બગડે છે

કોરોનાના કારણે લદાયેલા લોકડાઉને ઘણી કંપનીઓની આર્થિક હાલત બગાડી દીધી છે. કંપનીઓ માટે પ્રમાણમાં કર્મચારીઓને છૂટા કરી રહી છે. તેના કારણે કર્મચારીઓની સ્થિતી બગડે છે. અચાનક નોકરી જાય એ સંજોગોમાં આર્થિક ટેકો રહે એ માટે મોદી સરકાર નિયમ બદલશે.

મોદી સરકારે તેનો અમલ નહોતો કર્યો

લોકસભાની સ્થાયી સમિતીએ ગયા વર્ષે જ ગ્રેચ્યુઈટી માટેની લાયકાત એક વર્ષ કરવાની ભલામણ કરી દીધી હતી પણ કોર્પોરેટ કંપનીઓના દબાણના કારણે મોદી સરકારે તેનો અમલ નહોતો કર્યો. તેના બદલામાં મોદી સરકારે ગ્રેચ્યુઈટીની રકમની મર્યાદા વધારીને ૨૦ લાખ કરી દીધી હતી. હવે મધ્યમ વર્ગમાં અસંતોષ ના ફેલાય એટલે મોદી આ ભલામણનો અમલ કરવા તૈયાર થઈ ગયા છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva

મહિલા ક્રિકેટ/ લાંબા સમય બાદ જાહેર થઈ મહિલા ક્રિકેટની સિલેક્શન કમિટી, નીતૂ ડેવિડ બન્યા ચીફ સિલેક્ટર

Pravin Makwana

પશ્ચિમ બંગાળમાં આ તારીખથી ખુલી રહ્યા છે સિનેમા અને થિયેટર, આવી ગયો મુખ્યમંત્રીનો આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!