GSTV

ગરજ પૂરી/ મુકુલ રોયના પુત્રે ફરી કર્યા મમતાનાં વખાણ : નેતાઓને નગુણા ગણાવ્યા, ભાજપ ટેન્શનમાં

Last Updated on June 6, 2021 by Zainul Ansari

ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ મુકુલ રોયના પુત્ર શુભ્રાંગ્શુ રોય ફરી મમતા બેનરજીનાં વખાણ કરીને ભાજપમાં ચિંતા વધારી દીધી છે. રોયે આડકતરી રીતે ભાજપના નેતાઓ નગુણા હોવાનું પણ કહી દીધું છે. રોયે કહ્યું કે, અમારા મુશ્કેલીના આ સમયમાં બીજા કોઈ ફરક્યા નથી ત્યારે મમતા બેનરજીએ પરિવારનો સંપર્ક કરીને શક્ય તમામ સહાય કરી એ બદલ અમે તેમના આભારી છીએ.

મુકુલ રોયનાં પત્ની ક્રિષ્ણા રોય કોલકાત્તાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. મુકુલ રોય પોતે કોવિડનો ભોગ બન્યા હતા ને તેમની તબિયત પણ સારી નથી. મમતાએ રોય સાથે વાત કરીને પોતાના ભત્રીજા અભિષેક બેનરજીને હોસ્પિટલ મોકલ્યો હતો.

અભિષેક ક્રિષ્ણા પાસે પંદર મિનિટ બેઠો હતો ને મુકુલ રોય સાથે પણ કલાક કરતાં વધારે સમય ગાળ્યો હતો. બીજી તરફ મોદીએ મુકુલ રોયને ફોન કર્યો પણ ભાજપના કોઈ નેતા રોયને મળવા હોસ્પિટલ ગયા નથી. અમિત શાહ કે નડ્ડા સહિતના નેતાઓએ પણ રોયને ફોન કરવાની તસદી લીધી નથી તેથી રોય પરિવાર ગુસ્સામાં છે.

Read Also

Related posts

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari

ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં થશે ચર્ચા, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આપ્યું મોટું નિવેદન: શું તણાવનો આવશે અંત?

Zainul Ansari

Adulteration in Cooking Oil : તમારા રસોઈ તેલમાં હોઈ શકે છે આ ઝેરીલી ભેળસેળ , આવી રીતે કરો શુદ્ધતાની કસોટી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!