GSTV

વીડિયો/ દાદીને ચડ્યો પ્રેમનો ફિવરઃ આનંદની પળો વિતાવતા દાદીએ દાદાના ગાલ પર જાહેરમાં ચોડી દીધું ચુંબન, પ્રેમના ટશિયા ફૂટતાં દાદા શરમાઈ ગયા

Last Updated on September 14, 2021 by Bansari

સામાન્ય રીતે આપણે યુવાનો અને ટિનેજર કપલ વચ્ચે ઉભરતો પ્રેમ જોયો છે. ક્યાંક રોડ ઉપર કે અંધારા ખૂણામાં કે પછી બગીચાઓમાં પ્રેમ કરતાં કપલોને જોયા છે. પરંતુ પ્રેમ માટેની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમ કોઇપણ ઉંમરે થઇ શકે છે, પરંતુ તેને વ્યક્ત કરતા પહેલા ઘણાં લોકોની હાલત ખરાબ થઇ જતી હોય છે. ઘણા લોકો ખુલ્લેઆમ જાહેરમાં ઝડપથી પોતાનો પ્રેમ વ્યક્ત કરી દે છે. તો કેટલાક પ્રેમ વ્યક્ત કરવા માટે આખી જીંદલી લઈ લેતા હોય છે. છતાં વ્યક્ત કરી શકતા નથી. પ્રેમ તો પરણિત યુગલોમાં પણ જોવા મળતો હોય છે. પરંતુ ઘરડા કપલને પ્રેમ કરતાં તમે બહુ ઓછા જોયા છે. ઉંમર સાથે ઘરમાં પ્રાઈવસી ન મળવાનું પણ એક કારણ વૃદ્ધો માટે હોઈ શકે છે.

વૃદ્ધ દંપતીએ પ્રેમની પળો આ રીતે વિતાવી

હા, આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાદા -દાદી જમીન પર બેસીને જીવનની તડકી છાંયીની વાતો કરતાં એકબીજાની નજીક બેસીને સમય પસાર કરતા હોય છે. જે દરમિયાન દાદી દ્વારા દાદાના ગાલ ઉપર પ્રેમની પપ્પીનો 10 સેકન્ડનો વીડિયોએ ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. વીડિયોમાં વૃદ્ધ દંપતી બેઠું છે અને પછી મહિલા તેના પતિની એકદમ નજીક મોં ઢાળી દઈને પહેલા પહેલા પ્રેમની જેમ ગાલ પર ચુંબન કરે છે. દાદી દ્વારા કરાયેલા ચુંબનથી દાદાનો ચહેરો લાલ લાલ થઈ જાય છે અને શરમથી નીચે મોં કરી લે છે.

દાદા દાદીનો પ્રેમ કેમેરામાં થઈ ગયો કેદ

તે જ સમયે, દાદીના ચહેરા પર હાસ્ય સ્પષ્ટ દેખાય છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર કેથમ્મા અવવા નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો અપલોડ કરાયો છે, લોકોએ તેને ઘણો જ પસંદ કર્યો. એટલું જ નહીં, આ વીડિયોને 60 લાખથી વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે તેને કરોડોમાં જોવામાં આવ્યો છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

Challenge / અજમાવી જુઓ દારા સિંહ થાલી, જો 30 મિનિટની અંદર સમાપ્ત કરો તો નહીં ચૂકવવા પડે પૈસા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!