અંધશ્રદ્ધામાં દાદીએ નવજાત બાળકના પેટ પર આપ્યા ડામ, સમગ્ર ઘટના જાણીને આવશે ગુસ્સો

રાજકોટમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવજાત શિશુને દાદીએ ડામ દીધો. પડધરીના ખખરાબેલા ગામે આદિવાસી પરિવારમાં ચાર દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. શૌચક્રિયા ન કરતા ગેસ થયો હોવાનું માની દાદીમાંએ બાળકના પેટ પર ડામ આપ્યા હતા. 4 દિવસનાં બાળકનાં પેટના ભાગે ગરમ સળિયાનાં ડામ આપવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ બાળકને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતુ. ડામના કારણે ઈજાગ્રસ્ત થયેલા કુમળા બાળકને સારવાર અર્થે રાજકોટની ચિલ્ડ્રન હોસ્પિટમાં ખસેડવામાં આવ્યો છે.

આ કિસ્સો ખરેખર અંધશ્રદ્ધામાં જીવતા લોકોની માનસિકતા કહી જાય છે. રાજકોટમાં એક નવજાત બાળકને તેના દાદીએ ડામ આપ્યા હતા. રાજકોટ પડધરીનાં ખખરાબેલા ગામમાં આ ઘટના બની છે. આદિવાસી પરિવારમાં ફક્ત 4 દિવસનાં બાળકને દાદી દ્વારા ડામ આપવામાં આવ્યા હતા.પ્રાથમિક તપાસમાં બાળકને શૌચમાર્ગ ન હોવાનું સામે આવ્યું છે. બાળક અત્યારે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter