GSTV

એ છેલ્લી 30 મિનિટ…. કેશુબાપાની શું હતી સ્થિતિ…. કેવી રીતે ડોક્ટરોએ કરી સારવાર છતાં ન થયા સફળ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુબાપાની તબિયત એકાએક લથડતાં 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત સારી થતાં બે દિવસ પહેલાં જ તેઓને રજા અપાઈ હતી… પરંતુ અચાનક આજે વધુ તબિયત લથડતાં ફરીથી કેશુબાપાને સ્ટર્લિન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં હોસ્પિટલના ડોક્ટર અક્ષય પટેલ તેમની સારવા કરી રહ્યા હતા. તેમણે ઘણાં પ્રયાસો કર્યા. પરંતુ તેઓને સફળતા ન મળી. કેશુબાપાને હાર્ટએટેક નીસાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેઓને હોસ્પિટલ લવાયા ત્યારે બેભાન અવસ્થામાં જ હતા અને એકાદ કલાકમાં જ તેઓનું નિધન થયું હતું.

30 મિનિટ સુધી સતત સારવાર છતાં કારી ન ફાવી

સ્ટ્રલિંગ હોસ્પિટલના ડોક્ટર અક્ષયે જણાવ્યું હતું કે કેશુબાપાનું નિધન 11:55 કલાકે થયું છે. તેમને ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ હતી. સવારે તેમને હોસ્પિટલે લવાયા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાપાની 30 મિનિટ સુધી સારવાર ચાલી, પરંતુ તેઓ રિકવર ન થઈ શક્યા. એક કલાક પહેલા કેશુબાપાને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા લાવ્યા ત્યારે જેવું શ્વાસ લેવામાં તકલીફ હતી તેઓ બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતા એક કલાક બાદ તેઓનું અવસાન થઈ ગયું હતું

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ વિધિ

સ્વ કેશુભાઈ પટેલના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર ટૂંકાવી સીધા જ ગાંધીનગર રવાના થયા છે તેઓ ગાંધીનગર પહોંચી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને જઈ શ્રદ્ધાંજલી પાઠવશે. કેશુબાપાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

રાજ્યના 10 મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી

ગુજરાતમાં જેમના નેતૃત્વમાં ભાજપે મુખ્યમંત્રી પદ સુધીની સત્તા મેળવી તેવા પાયાના કાર્યકર એવા કેશુબાપાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેઓ રાજ્યના 10મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપાના પાયાના નેતા, સૌરાષ્ટ્રના કદાવર નેતા કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928માં થયો હતો. તેઓ 1960ના દશકામાં જનસંઘના કાર્યકર્તાથી તેમણે પોતાની રાજનિતીક જીવન ચાલુ કર્યું હતું. તેઓ જનસંઘના સ્થાપક સભ્યોમાના એક હતા. 60 વર્ષની રાજકીય કારકિદી ધરાવતા કેસુબાપાએ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ સેવાઓ આપી છે. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ ઊભી થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

ગુજરાતમાં મૃત્યુદરમાં થયો અધધ વધારો, આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર થવાના એંધાણ

Nilesh Jethva

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

કાર્તિકી પૂર્ણિમા : રાજ્યના આ ઐતિહાસિક શહેરમાં આવેલુ છે 250 વર્ષ જૂનુ ભગવાન કાર્તિકેયનું મંદિર, વર્ષમાં એકવાર ભક્તો કરી શકે છે દર્શન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!