GSTV
Home » News » ગોવામાં શરૂ થઈ સુષ્મિતા સેનના ભવ્ય લગ્નની તૈયારીઓ, બૉયફ્રેન્ડ રોહમન સાથે મળી જોવા

ગોવામાં શરૂ થઈ સુષ્મિતા સેનના ભવ્ય લગ્નની તૈયારીઓ, બૉયફ્રેન્ડ રોહમન સાથે મળી જોવા

લગભગ એક મહિના પહેલાં સુષ્મિતા સેને જાહેરાત કરી હતી કે, તેનો નાનો ભાઇ રાજીવ સેન એક્ટ્રેસ ચારૂ અસોપા સાથે લગ્ન કરશે. તેણે બંનેની એક તસવીર પણ શેર કરી હતી. ત્યારબાદ કપલે 7 જૂને કોર્ટ મેરેજ કર્યાં. રાજીવ સેને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લગ્નની તસવીરો પોસ્ટ કરી. હવે રૉયલ મેરેજ માટે કપલ ગોવા પહોંચ્યું છે.

રાજીવે કૉર્ટ મેરેજ કર્યાં ત્યારે સુષ્મિતાની કોઇ તસવીર આવી નહોંતી. સુષ્મિતા ભલે ભાઇના કોર્ટ મેરેજમાં હાજર રહી નહોંતી, પરંતુ ગ્રાન્ડ મેરેજ માટે ચોક્કસથી પહોંચી છે.

શુક્રવારે સાંજે સુષ્મિતા બૉયફ્રેન્ડ રોહમન શૉલ, પિતા અને દીકરી સાથે એરપોર્ટ પર દેખાઇ. તસવીરમાં સુષ્મિતાના પિતાએ સુષ્મિતાનો હાથ પકડેલો છે જ્યારે બૉયફ્રેન્ડ પાછળ ચાલી રહ્યો છે. ગોવા પહોંચતાં જ સુષ્મિતાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેની કેટલીક તસવીરો પણ આવી છે.

શુક્રવારે સાંજે રાજીવ સેન અને ચારૂ અરોપાએ સગાઇ કરી. સફેદ રંગના ગાઉનમાં ચારૂ ખૂબજ સુંદર લાગી રહી હતી. તો બ્લેક એન્ડ વ્હાઇટ અટાયરમાં રાજીવ પણ એકદમ પરફેક્ટ લાગી રહ્યો છે. સગાઇની એક તસવીરમાં ખુલ્લા આસમાન નીચે બંને એકબીજાને જોઇ રહ્યાં છે.

28 વર્ષની ચારૂ એક ટીવી એક્ટ્રેસ છે. ચારૂ સીરિયલ મેરે અંગને મેં, યે રિશ્તા ક્યા કહલાતા હૈ અને સંગિનીમાં જોવા મળી ચૂકી છે. રાજીવ અને ચારૂ છેલ્લા છ મહિનાથી ડેટ કરી રહ્યા છે. આ વાતની જાણકારી ચારૂએ એક ઈન્ટરવ્યૂમાં આપી હતી.

લાઇમલાઇટથી દૂર રહેતા 36 વર્ષના રાજીવ જ્વેલરી બિઝનેસમેન છે. દુબઈ સહિત દેશની ઘણી જગ્યાઓએ રાજીવનો કરોડોનો બિઝનેસ છે.

રાજીવ દુબઈમાં જ રહે છે અને મુંબઈ આવતા-જતા રહે છે. થોડા મહિના પહેલાં જ રાજીવે દિલ્હીમાં રેને નામથી એક જ્વેલરી શોરૂમ ખોલ્યો છે. ઉલ્લેખનિય છે કે, સુષ્મિતાએ અડોપ્ટ કરેલી મોટી દીકરીનું નામ રેને છે.

રાજીવ ઘણીવાર ફેશન શોમાં રેમ્પ વૉક કરતો પણ જોવા મળ્યો છે. ઉલ્લેખનિય છે કે, રાજીવનું નામ ચારૂ પહેલાં કૃતિ સેનનની બહેન નુપુર સેનન સાથે પણ જોડાઇ ચૂક્યું છે. જોકે બંનેએ ક્યારેય આ સંબંધો સ્વિકાર્યા નથી.

Related posts

રાજસ્થાનમાં બસની સીટ પર બેસવા બાબતે થયેલ માથાકુટના પડધા અમદાવાદમાં પડ્યા

Kaushik Bavishi

નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો, ગોરા બ્રિજ કરાયો બંધ

Nilesh Jethva

આ શખ્સે 280 કિમી પ્રતિ કલાકની સ્પીડે ચલાવી સાઈકલ,તોડ્યો 24 વર્ષ જુનો વિશ્વ રેકોર્ડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!