GSTV

દલિત સરપંચના પતિની હત્યા/ અમેઠીમાં મહિલા સરપંચના પતિને જીવતો સળગાવી દીધો, સ્મૃતિ ઈરાનીએ દખલ કરતા 3ની થઈ ધરપકડ

ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી ફરી એકવાર કાળજૂ કંપાવતી ઘટના સામે આવી છે. અહીં એક દલિત મહિલા સરપંચના પતિને જીવતો સળગાવી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ગુરૂવાર રાતે દલિત સરપંચના પતિને ઉઠાવી જઈને જીવતો સળગાવી દીધો હતો. જે બાદ તેની દેહ અડધો સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને લખનઉના ટ્રોમા સેન્ટરમાં ભરતી કરવા જણાવ્યુ હતું. જો કે, લખનઉ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનુ મોત થઈ ગયુ હતું. મોતની ખબર આવતા જ ગામમાં માતમ છવાઈ ગયો હતો.

આ સમગ્ર ઘટના મુંશીગંજના બંદોઈયા ગામની છે. અહીં ગામના સરપંચ છોટકાના પતિ અર્જૂન (40) ગુરૂવારે સવારે ઘરેથી નિકળ્યા હતા. પરિવારનો આરોપ છે કે, ગામના જ અમુક લોકોએ તેમને ઉઠાવી ગયા હતા, જ્યારે અર્જૂન ખૂબ મોડુ થયુ હોવા છતાં પણ ઘરે પાછા ન આવતા તેમના દિકરા સુરેન્દ્રએ પોલીસને જાણ કરી હતી. રાતે લગભગ સાડા દશ વાગ્યાની આસપાસ અર્જૂન અડધો સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, મૃતકનો એક ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે કોણે તેની સાથે આવુ કર્યુ તેના વિશે વાત કરી રહ્યો છે. આ ઘટના બાદ પરિવારના લોકોએ પણ તેના પર આરોપ લગાવ્યો છે.

ત્યારે આ સમગ્ર ઘટના બાદ કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી સાંસદ સ્મૃતિ ઈરાનીએ દખલ કરતા અધિકારીઓએ તાત્કાલિક કામ લાગી ગયા હતા. ત્યારે આ ઘટનામાં પોલીસે 5 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જ્યારે ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરી છે. બાકીના આરોપીઓને પણ જલ્દીથી પકડી લેવામાં આવશે તેવુ પોલીસ જણાવી રહી છે.

READ ALSO

Related posts

નોકરીયાતને ફાયદો! આ યોજના હેઠળ મોદી સરકાર 2 વર્ષ સુધી ભરશે તમારું PF, જાણો તમને ફાયદો થશે કે નહી

Ankita Trada

COVID-19ના રસીકરણ પહેલા જ કેન્દ્રએ રાજ્યોને કરી દીધા એલર્ટ! વેક્સીનની ‘આડ અસર’ માટે કરી લે તૈયારી

Bansari

અમદાવાદ/ ડે મ્યુનિસિપલ કમિશનરને થયો ફરી કોરોના, થયા હોમ આઈસોલેટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!