GSTV

બેદરકારી/ કેન્દ્રએ આપ્યું એનાથી વધુ અનાજ રાજ્યએ લૂંટાવી દીધું, અનેક ગરીબોને નહીં મળે ઘઉં અને ચોખા

Last Updated on June 3, 2021 by pratik shah

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં વધુ એક વિવાદ ઉભો થયો છે. આ વખતે તેનું કારણ છે કેન્દ્ર સરકાર દ્વારા જથ્થાની અપુરતી ફાળવણી અને રાજ્ય સરકારના તંત્ર દ્વારા વધુ પડતી પરમિટો ઇશ્યૂ થઇ જવી. મે માસમાં સર્જાયેલી આ વ્યવસ્થાની અસર હવે જૂનમાં જોવા મળશે. સરકારી તંત્રએ અણઆવડત છૂપાવવા આ મહિને રાશન શોપ્સને સપ્લાયમાં કાપ મૂકી દેતા અનેક ગરીબો, ખાસ કરીને અંત્યોદય યોજનાના કેટલાય અતિ ગરીબ લાભાર્થીઓ ઘઉં, ચોખાથી વંચિત રહી જશે.

આંશિક લોકડાઉન જેવી સ્થિતિ ધ્યાને લઇને કેન્દ્ર સરકારે પુનઃ મફત અનાજ વિતરણ મે અને જૂન મહિના પૂરતું અમલી બનાવ્યું

કોરોના કહેર અને આંશિક લોકડાઉન જેવી સિૃથતિ ધ્યાને લઇને કેન્દ્ર સરકારે પુનઃ મફત અનાજ વિતરણ મે અને જૂન મહિના પૂરતું અમલી બનાવ્યું છે. મે મહિનામાં વિતરણ માટે ગુજરાતને ૧૨૭૭૬ ક્વિન્ટલ ધઉં અંત્યોદય લાભાર્થીઓ પૂરતા ફાળવવામાં આવ્યા હતા, જે જથ્થો સો ટકા વિતરણ માટે અપૂરતો હતો એટલે પુરવઠા વિભાગે તમામ જિલ્લામાં ઓછી ફાળવણી મુજબ રાશન વિક્રેતાને થોડા થોડા ઓછા જથ્થાની પરમિટ આપવી જોઇતી હતી, જેના બદલે ૧૨૭૭૬ ક્વિન્ટલ ફાળવણી સામે ૧૩૧૯૫ ક્વિન્ટલની પરમિટ ઇશ્યૂ થઇ ગઇ. એ જ રીતે, અગ્રતા ધરાવતા પરિવારો માટે ૧૦૬૮૨૪ ક્વિન્ટલ ફાળવણી સામે ૧૦૮૯૬૦ ક્વિન્ટલની પરમિટો આપી દેવામાં આવી છે. જેના કારણે બંને કેટેગરી માટે ઘઉંની ૪૧૯ ક્વિન્ટલ (અંત્યોદય) અને ૨૧૩૬ ક્વિન્ટલ (અગ્રતા ધરાવતા પરિવારો વચ્ચે) મળી કુલ ૨૫૫.૫ ટનની ઘટ ઉભી થઇ ગઇ !

કેન્દ્રએ ફકત ૫૪૭૫ ક્વિન્ટલ ચોખા ફાળવ્યા


બીજી તરફ અંત્યોદય યોજનાના લાભાર્થીઓ માટે કેન્દ્રએ ફકત ૫૪૭૫ ક્વિન્ટલ ચોખા ફાળવ્યા છતાં રાજ્ય સરકારની કોમ્પ્યુટરાઇઝડ સીસ્ટમમાં ૫૮૮૩ ક્વિન્ટલની પરમિટો ઇશ્યૂ થઇ ગઇ અને પી.એચ.એચ. કેટેગરી માટેના ૪૫૭૮૧ ક્વિન્ટલની ફાળવણી સામે ૪૬૯૩૮ ક્વિન્ટલની પરમિટો આપી દેવામાં આવી, જેથી ૪૦૭ અને ૧૧૫૬ ક્વિન્ટલ મળી (૧૫૬ ટન) ની ઘટ જૂન માટે થઇ પડી.
પરમિટ અપાઇ જવી મતલબ કે એટલો જથૃથો રાશન શોપ્સને આપી દેવો. ત્યાંથી પણ પૂરેપૂરા ઘઉં-ચોખા ગરીબોના રસોડે જ પહોંચવાના હોય તો તો હજુ’ય પ્રશ્ન ન રહે પરંતુ એ ઓપન સીક્રેટ છે કે અનેક દુકાનદારો ૧૦થી ૨૦ ટકા જેટલાં બોગસ રાશનકાર્ડ મારફત જથૃથો વગે કરવા ટેવાયેલા છે.

શ્રમિકો

પરમિટ ઇશ્યૂ કરવાનું કોમ્પ્યુટરાઇઝડ હોવા છતાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમે તમામ જિલ્લા મેનેજરો અને જિલ્લા પુરવઠા અધિકારીઓને તાકીદ પત્રમાં જણાવ્યું કે ફાળવણી સામે વધુ પરમિટ ઇશ્યૂ કરી દેવાતા તે મુજબ ઘઉં-ચોખાનું વિતરણ કરવાથી તો ઘટ અથવા પામે તેમ છે, જેથી જૂનમાં જિલ્લાઓમાં નવી સૂચનાનુ (કાપનું) પાલન કરી ડિલીવરી ચલણ બનાવીને તે મુજબ જથ્થો વિતરણ કરવો.

અમુક દુકાનદારોને જથ્થો ન મળવાના કિસ્સામાં લાભાર્થી જત્થાથી વંચિત રહેશે

સૂચના કરતા વધુ ડિલીવરી ચલણ બનાવવાના કારણે અમુક દુકાનદારોને જથ્થો ન મળવાના કિસ્સામાં લાભાર્થી જત્થાથી વંચિત રહેશે તો જવાબદારી જિલ્લા અધિકારીની રહેશે. (જિલ્લા અધિકારી તરફથી વળી પત્ર ફોરવર્ડ કરીને જવાબદારી ગોડાઉન મેનેજર પર ઢોળી દેવામાં આવી છે.) જિલ્લાવાર ૧થી ૨૨ ટકા જેવો કાપ મૂકી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે હાલ એક તો જાહેર વિતરણ વ્યવસ્થાની ડોર સ્ટેપ ડિલીવરી અને ટેકાની ખરીદી વિષયક કામ માટે મજૂરો મળતા નથી. એક એક અધિકારી પાસે બે-ત્રણ ચાર્જ હોય એટલાં ટૂંકા સ્ટાફને લઇને માનસિક તનાવ છે જ આવામાં આ વધુ એક ચીમકી આવી પડી છે.

READ ALSO

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!