GSTV

અનાજનું ટેસ્ટિંગ/ રેપિડ અને એન્ટિજન ટેસ્ટથી થશે અનાજની ફંગસ અને ગુણવત્તાની ચકાસણી, આ રીતે માત્ર 3 મિનિટમાં મળશે પરિણામ

બ્લેક

Last Updated on July 3, 2021 by Harshad Patel

કોરોના કાળમાં જે પ્રમાણે રેપિડ કે એન્ટિજન ટેસ્ટ કરવામાં આવતો હતો તે પ્રમાણે હવે અનાજમાં પણ ફંગસ છે કે નહીં તે એક ટેસ્ટના માધ્યમથી જાણી શકાશે, મહત્વનું છે કે કોરોના સંક્રમિત થયેલા દર્દીઓ સાજા થયા બાદ તેમનામાં ફંગસના રોગ જોવા મળ્યા હતા.પરતું અનાજમાં કેવા પ્રકારના રોગ છે કે નહીં તેની હવે ચકાસણી ગાંધીનગર ખાતે કરવામાં આવશે, વિશ્વ અને દેશની નામાંકિત એવી ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવસટીમાં હવે અનાજની ગુણવત્તા અને તેમાં રહેલા ફંગસની ચકાસણી કરવા માટે લેબ ઉભી કરવામાં આવી છે.

અનાજમાં ફંગસ છે કે નહીં તે હવે માત્ર એક ટેસ્ટના માધ્યમથી જાણી શકાશે

દેશ અને રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટયું છે હવે પહેલા જેટલા કોરોના કેસ સામે આવતા નથી પરતું બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ જેવી અનેક ફંગસ સામે આવી હતી. જેના કારણે લોકો ભયભીત બન્યા હતા પરંતુ ફંગસ મામલે તપાસ થતા ડોકટરોને જાણવા મળ્યું હતું કે ફગ્સ એક પ્રકારની ફુગ જેવી હોય છે જેના દ્વારા પણ સંક્રમણનો ખતરો રહે છે. ત્યારે હવે અનાજમાં ફંગસ છે કે નહીં તે હવે માત્ર એક ટેસ્ટના માધ્યમથી જાણી શકાશે.કોરોનાના રેપીડ ટેસ્ટની જેમ હવે અનાજમાં પણ ફંગસનો રેપીડ ટેસ્ટ કરવામાં આવશે.

માઈક્રોટોક્સિન શોધવા માટે રેપીડ ટેસ્ટ કરવામાં આવશે

દેશની પ્રથમ સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે જેમાં ૩ મિનિટમાં જ અનાજ કે પાકમાં રહેલું માઈક્રોટોક્સિન શોધી શકાશે તેમજ ચોખા મગફળી જેવા પાક અને મસાલામાં માઈક્રો ટોક્સિન હોય છે માઈક્રોટોક્સિન શોધવા માટે રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. દેશની પ્રથમ સ્વદેશી ટેક્નોલોજી થકી હવે માત્ર ૩ મિનિટમાં જ અનાજ-પાકમાં રહેલુ માઇકોટોક્સિન શોધી શકાશે તેમજ ચોખા-મગફળી જેવા પાક સહિત મસાલામાં માઇટોક્સિન હોય છે તેની નિકાસ કરતા પહેલા માઈક્રોટોક્સિન અંગે ચકાસણી કરી શકાશે. પાક રિજેક્ટ થવા પાછળ આ માઈક્રોટોક્સિન જ જવાબદાર હોય છે ફુટ ફોરેન્સિક લેબોરેટરીએ પ્રથમવાર સ્વદેશી ટેક્નોલોજીનો આવિશષ્કાર કરી અનાજમાં રહેલા ફંગસને શોધી કાઢવાની ટેક્નિક વિક્સાવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari

વિધાનસભા સત્ર પહેલા મળી ધારાસભ્ય દળની બેઠક, જોવા મળ્યા તમામ નવા મંત્રીઓ

Pritesh Mehta

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!