સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)એ હેલ્થ વર્કરની જગ્યાઓ માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 16 મે 2022થી શરૂ થશે. આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી મલ્ટીપર્પસ હેલ્થ વર્કરના કુલ 1866 પદ પર ભરતી કરાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2022 છે. આ પદો માટે અરજી કરનારા ઉમેદવારોએ અધિકૃત વેબસાઇટ ojas.gujarat.gov.in પર ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વ પૂર્ણ તારીખ
અરજી કરવાની શરૂઆત 16 મેં 2022થી શરૂ થશે અને ઉમેદવારો 31 મેં 2022 સુધી અરજી કરી શકશે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો પાસે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાંથી એક વર્ષનું બહુહેતુક આરોગ્ય કાર્યકર વેસિક કોર્સનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ સાથે ઉમેદવારોને ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સૂચના જોઈ શકે છે. અરજી કરનાર ઉમેદવારોની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 34 વર્ષ હોવી જોઈએ.
MUST READ:
- લગ્નના 24 વર્ષ બાદ આ બોલિવુડ કપલ તોડી રહ્યા છે સંબંધ, ફેમિલી કોર્ટ બહાર થયા સ્પોટ
- ઈતિહાસમાં પ્રથમવાર : ચંદ્રની માટીમાં ઉગ્યાં છોડ-વેલાં, ભવિષ્યની અવકાશયાત્રાઓ માટે અતિ મહત્વની સફળતા
- બેંકને બખ્ખાં/ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈના ચોથા ત્રિમાસિકગાળાનું પરિણામ, ચોખ્ખો નફો 41 ટકા વધીને 9113 કરોડ રૂપિયા થયો
- શેર બજાર ક્રેશ / 8 દિવસમાં રોકાણકારોના અધધ…26 લાખ કરોડ રૂપિયા સ્વાહા, 1 મહિનામાં સેન્સેક્સમાં 5500થી વધુ પોઈન્ટનો કડાકો
- કિઆરા બની અમદાવાદની મહેમાન, ભૂલ ભૂલૈયા – ૨ વિશે કરી આ રહસ્યમય વાત