GSTV

શરૂ કરી દો તૈયારી / ક્લાસ 1-2 અધિકારી બનવાની સુવર્ણ તક, GPSCએ બહાર પાડી ભરતી: જાણો ક્યા પદ પર કેટલી જગ્યાઓ

Last Updated on September 21, 2021 by Zainul Ansari

ગુજરાત લોક સેવા આયોગ (GPSC)એ વર્ગ 1,2 અને 3ના વિવિધ વિભાગો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GPSCએ આજે એટલે મંગળવારે ખાલી જગ્યાઓ માટે ભરતીની મોટી જાહેરાત કરી દીધી છે. GPSC દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષક (Dy.S.P.)ની કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશનરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની કુલ 01 એમ સંયુક્ત રીતે વર્ગ-1ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્ય વેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ થઈને કલાસ 1 અને 2ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ તારીખથી શરૂ થશે અરજી પ્રક્રિયા

ઈચ્છુક અને પાત્ર ઉમેદવારો તારીખ 28 સપ્ટેમ્બર, 2021થી 13 ઓક્ટોબર, 2021 (બપોરે 1.00 વાગ્યા) સુધી અરજી કરી શકશે. કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે તેઓ પણ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે.

વર્ગ 2 અને 3ની ભરતી

તદ્ઉપરાંત મદદનીશ વ્યવસ્થાપક/મદદનીશ નિયામક વર્ગ-2ની 06, નાયબ નિયામક, ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1ની 13, વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા વર્ગ-2ની 06, આચાર્ય, આદર્શ નિવાસી શાળા (વિ.જા.) વર્ગ-2ની 01, પ્રવર ઔષધ નિરીક્ષક વર્ગ -2 (ખાસ ભરતી)ની 03, GMCમાં જુનિયર ટાઉન પ્લાનર વર્ગ -2ની 01 તથા પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ-3ની 02 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આમ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ 215 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની GPSC ક્લાસ 1 અને 2ની જાહેરાત સતત પાંચમાં વર્ષે પ્રસિદ્ધ થઇ છે.

આ મહિનામાં પરિણામ થશે જાહેર

જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય 3 કલાક) 12/12/2021ના રોજ લેવાશે, જેનું પરિણામ જાન્યુઆરી 2022માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષામાં 150 માર્ક્સના 6 પ્રશ્નપત્રો જે 3 કલાકમાં લખવાના રહેશે. મુખ્ય પરીક્ષાની તારીખ હવે પછીથી જાહેર થશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી કે ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જ્યારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે.

પંચાયત વિભાગમાં 15 હજાર જેટલા પદો પર થશે ભરતી

પંચાયત વિભાગમાં ભરતીને લઇને રાજ્ય સરકારે સૌથી મોટી અને મહત્વની જાહેરાત કરી છે. પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાએ પંચાયત વિભાગની અંદાજે 15 હજાર જેટલી ભરતી કરવાની જાહેરાત કરી છે. બ્રિજેશ મેરજાએ રાજ્યના તમામ DDO સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી. જેમાં ગ્રામીણ વિકાસની યોજનાઓ તેમજ જિલ્લા પંચાયત હસ્તકના કામોને લઇને ચર્ચા હાથ ધરાઇ.

છેલ્લાં બે મહિનાથી ભરતીની કામગીરી ચાલી રહી છે

આ બેઠક બાદ પ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, ‘આગામી દિવસોમાં પંચાયત વિભાગમાં 15 હજાર જેટલાં ગ્રામસેવકોની ભરતી કરવામાં આવશે. છેલ્લાં બે મહિનાથી ભરતીની કામગીરી ચાલી રહી છે. પહેલાં જિલ્લા કક્ષાએ ભરતી થતી હતી પરંતુ હવે ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા યોગ્ય અને પારદર્શક રીતે ભરતી થશે.’

Read Also

Related posts

G20 સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી, 27થી 31 ઓક્ટોબર દરમ્યાન જશે ઈટાલીના પ્રવાસે

Pritesh Mehta

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!