GSTV

મોટા સમાચાર/ GPSCએ 6 પ્રાથમિક પરીક્ષાઓ રાખી મોકૂફ : ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાવાની હતી પરીક્ષા, જાણી લો કઈ રહી બંધ

પરીક્ષા

Last Updated on July 26, 2021 by Zainul Ansari

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં 6 અલગ-અલગ પ્રાથમિક કસોટી આયોજિત કરવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની આગામી તારીખ આયોગ દ્વારા જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને વેબસાઇટ જોતા રહેવાની આયોગ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

પ્રાધ્યાપક ઇમરજન્સી મેડિસિન, સહ પ્રાધ્યાપક ઈમરજન્સી મેડિસિન, સહપ્રાધ્યપક ટીબી એન્ડ ચેસ્ટ, મદદનીશ નેફ્રોલોજી, સહપ્રાધ્યાપક ફેમિલિ મેડિસિન, મદદનીશ પ્રાધ્યાપક ટીબી એન્ડ મેડિસિનની વર્ગ એકની પ્રિલિમ પરિક્ષાઓને મોકૂફ રખાઈ છે.

પ્રાધ્યાપક, ઇમરજન્સી મેડિસિનની પરીક્ષા 25 ઓગસ્ટે, સહપ્રાધ્યાપક, ઈમરજન્સી મેડિસિનની પરીક્ષા 27 ઓગસ્ટે, સહપ્રાધ્યપક, ટીબી એન્ડ ચેસ્ટની પરીક્ષા 2 સપ્ટેમ્બરે, મદદનીશ પ્રધ્યાપક, નેફ્રોલોજી અને સહપ્રાધ્યાપક, ફેમિલિ મેડિસિનની પરીક્ષા 07 સપ્ટેમ્બરે અને મદદનીશ પ્રાધ્યાપક, ટીબી એન્ડ મેડિસિનની પરીક્ષા 8 સપ્ટેમ્બરે યોજાવાની હતી. જે મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી તારીખની જાહેરાત આયોગ દ્વારા કરવામાં આવશે.

વહિવટી કારણોસર પ્રીલિમ પરીક્ષા મોકૂફ રખાઈ હોવાનું જાહેર સેવા આયોગ દ્વારા જણાવવામાં આવ્યું છે. નવી તારીખ નક્કી કરી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. સંબંધિત ઉમેદવારોને વેબસાઇટ જોતા રહેવાની આયોગ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!