GSTV
India News Trending

સૌની નજર/ ગોયલ નહીં નિર્મલા બનશે રાજ્યસભામાં નેતા, ગોયેલ મોદીના માનીતા નેતા પણ આવા છે સમીકરણો

નરેન્દ્ર મોદી રાજ્યસભામાં ભાજપના નેતા તરીકે નિર્મલા સીતારામન અને પિયૂષ ગોયલમાંથી કોની નિમણૂક કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. અત્યાર સુધી થાવરચંદ ગેહલોત આ હોદ્દા પર હતા પણ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાતાં આ જગા ખાલી પડી છે.

ઉદ્યોગો

ગોયલ રાજ્યસભામાં ભાજપના નાયબ નેતા છે અને મોદીના માનીતા છે તેથી ગેહલોતના સ્થાને તેમનો નંબર લાગશે એવું મનાય છે. જો કે ભાજપનાં સૂત્રો નિર્મલાની પસંદગી થશે એવી શક્યતા દર્શાવે છે.

સૂત્રોનો દાવો છે કે, મોદીએ મંત્રીમંડળમાં ગોયલને ત્રણ મહત્વનાં ખાતાં આપીને તેમનું મહત્વ વધાર્યું છે. ગોયલ પાસે વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય હતું જ. આ ઉપરાંત ગ્રાહક બાબતો તથા ખાદ્યાન્ન-જાહેર વિતરણ મંત્રાલય પણ તેમને સોંપાયું છે. સ્મૃતિ ઈરાનીનું કાપડ મંત્રાલય પણ ગોયલને અપાયું છે. ગોયલ પાસે હવે કામ જ કામ રહેશે જ્યારે નિર્મંલા પાસે નાણાં મંત્રાલય જ છે. નાણાં મંત્રાલયનું સંચાલન પણ પીએમઓમાંથી થાય છે તેથી નિર્મલા પાસે ખાસ કામ નથી તેથી તેમને રાજ્યસભામાં નેતા બનાવી દેવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાખી સાવંતે હવે હેમા માલિનીને આપ્યો જવાબ, કહ્યું- હું બીજી સ્મૃતિ ઈરાની બનીશ

GSTV Web Desk

આધારકાર્ડ મુદ્દે UIDAIએ જારી કરી અપડેટ, કરોડો લોકો પર થશે અસર

Hemal Vegda

Ration Card: આ સ્થિતિમાં કેન્સલ થઈ જશે તમારૂં રાશન કાર્ડ, જાણો સરકારના લેટેસ્ટ નિયમ

Hemal Vegda
GSTV