GSTV
India News ટોપ સ્ટોરી

સરકારનો માસ્ટરસ્ટ્રોક / જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં બિન-સ્થાનિક લોકોને પણ મતદાન કરવાનો અધિકાર

જમ્મુ-કાશ્મીરની આગામી વિધાનસભા ચૂંટણીમાં બિન-સ્થાનિક લોકોને પણ મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આની ઘોષણા કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હિરદેશ કુમારે કરી છે. ચૂંટણી પંચના નિર્ણય બાદ જમ્મુ-કાશ્મીરમાં કામ કરી રહેલા કર્મચારીઓ, સ્ટૂડન્ટ્સ, શ્રમિકો અથવા બહારના કોઈપણ વ્યક્તિ કે જેઓ અહીં સામાન્ય રીતે વસવાટ કરે છે, તેઓ તમામ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે.

બિનસ્થાનિકોને મતદાતા તરીકે યાદીબદ્ધ કરવા માટે ડોમિસાઈલ સર્ટિફિકેટની પણ જરૂરિયાત નહીં રહે. અન્ય રાજ્યોના જમ્મુ-કાશ્મીરમાં તહેનાત જવાનો પણ પોતાનું નામ મતદાતા યાદીમાં સામેલ કરી શકશે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તિ અને ઓમર અબ્દુલ્લાએ આ નિર્ણયની ટીકા કરી છે.

પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તિએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર ભાજપ માટે પ્રયોગશાળા બની ચુક્યું છે. બહારથી ભાજપના 25 લાખ મતદાતા લવાય રહ્યા છે. આ ચૂંટણી લોકતંત્રના કફન પર આખરી ખિલ્લો છે. ઓમર અબ્દુલ્લાએ નિર્ણયની ટીકા કરતા દાવો કર્યો છે કે જ્યારે જમ્મુ-કાશ્મીરના લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો મોકો આપવામાં આવશે, તો તેઓ ક્યારેય પણ ભાજપને વોટ નહીં આપે. પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ લોને નિર્ણયને ખતરનાક ગણાવ્યો છે.

READ ALSO

Related posts

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

BIG BREAKING: ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પ્રથમ સીઝનના સ્પર્ધક કોમેડિયન પરાગ કંસારાનું નિધન

pratikshah
GSTV