GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

લગ્નમાં ભોજનનો વ્યય કરતા પહેલા આ વાંચી લો… સરકાર કરી રહી છે પુરી તૈયારી, લાખોનો થશે ડંડ

હવે લગ્ન બાદ ભોજનનો વ્યય કરવા પર હવે દંડ ભરવો પડશે. હેવ ભોજનનો વ્યય કરતી હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્ન પ્રસંગના ઘરો પર ટૂંક સમયમાં જ પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવશે. FSSAIએ તેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટને મંજૂરી માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને મોકલવામાં આવશે.

કેમ બનાવવામાં આવી રહ્યો છે આ કાયદો?

હોટલ, રેસ્ટોરન્ટથી લઈને લગ્ન પ્રસંગે ભોજનની બર્બાદી સામાન્ય વાત છે. મોટાભાગના લોકોને તેની જાણ નથી હોતી કે વધેલા ભોજનને ક્યા અને કઈ રીતે ઉપયોગ કરવું જોઈએ. માટે હવે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તાધિકાર વધેલા ભોજનના ઉપયોગને લઈને એક નિયમ લાવવા જઈ રહ્યું છે.

ગુણવત્તા પર નજર

ઘણા સંગઠનો હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્ન પ્રસંગ પર વધેલા ભોજનને લઈને ગરીબો સુધી પહોંચાડવાનું કામ કરે છે. પરંતુ તેમાં ગુણવત્તાને લઈને કોઈ માપદંડ નથી. નવા ડ્રાફ્ટમાં આ મુદ્દા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

કરાવવું પડશે રજીસ્ટ્રેશન

નવી વ્યવસ્થા હેઠળ હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્નના સંચાલકોને FSSAIની વેબસાઈટ પર નોંધવામાં આવશે. ત્યાં જ ભોજન વહેચવા માટે એનજીઓ અધિકૃત કરવામાં આવશે. આ ડ્રાફ્ટ અનુસાર, દરેક રાજ્યોમાં ખાદ્યની કમિશનની અધ્યક્ષાતામાં એક સમિતિ બનશે. આ સમિતિ દાનમાં આપેલા ભોજનની દેખરેખ રાખશે અને વ્યવસ્થામાં સુધારા માટે સૂચનો આપવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ અનુસાર કરોડો ટન ભોજન દર વર્ષે દેશમાં બર્બાદ થાય છે.

શું હશે સરતો

  • વધેલા ભોજનમાં હાઈજીન અને સફાઈનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ભોજન પેકેજ્ડ હોય તો તેના પર અસલી લેબલ હોવું જોઈએ.
  • ભોજન પર એક્સપાયરી ડેટ, શાકાહારી કે માંસાહારી જેવી જાણકારીઓ લખવામાં આવશે.
  • દાનકર્તા અને દાન લેનાર સંસ્થાઓને દર પેકના વિતરણનું રજિસ્ટર રાખવું અનિવાર્ય રહેશે.
  • વધેલા ભોજનને સારી રીતે પેક કરીને સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવું ખૂબ જરૂરી રહેશે.

Read Also

Related posts

મારુતિની વિશેષ ઓફર ! 899 રૂપિયા ભરો કારના માલિક બનો, કાર લેવાનો આ છે શ્રેષ્ઠ મોકો

Dilip Patel

3 દેશો ભારત સામે યુદ્ધની કરી રહ્યાં છે તૈયારી: સરહદ પર માહોલ બગડ્યો, મોદી નહીં જોખે નમતું

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!