GSTV
Home » News » સરકાર 16 કરોડથી વધુ પરિવારોને સસ્તા દરે આપશે ખાંડ

સરકાર 16 કરોડથી વધુ પરિવારોને સસ્તા દરે આપશે ખાંડ

કેન્દ્ર સરકાર દેશના 16.3 કરોડ પરિવારોને સબ્સિડી પર ખાંડ ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં છે. પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ દ્વારા આ પરિવારોને એક કિલોગ્રામ ખાંડ સબ્સિડી દરે ઉપલબ્ધ કરાવાશે.

આ પગલાથી સરકાર ચોમાસા પહેલા દેશમાં ખાંડના બફર સ્ટોકનો નિકાલ કરવા ઇચ્છે છે. વર્તમાન સરકાર અંત્યોદય અન્ન યોજના અંતર્ગત આશરે અઢી કરોડ પરિવારને સબ્સિડીયુક્ત ખાંડ 13.5 રૂપિયા કિલોના ભાવે ઉપલબ્ધ કરાવે છે.

આ યોજનામાં 16.29 કરોડ લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવે તો સરકારી ખજાના પર 4,727 કરોડનો વધારાનો બોજો પડશે. ખાદ્ય મંત્રાલય ખાંડ ઉપરાંત અન્ય અનાજનું વિતરણ પણ એકથી બે કિલોગ્રામ વધારવા અંગે વિચાર કરી રહ્યું છે.

જેના પર હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખાદ્ય મંત્રાલયે નવી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં સબ્સિડીયુક્ત ખાંડ ઉપલબ્ધ કરાવવાના દાયરાને વધારવાની ભલામણ કરી હતી. આ કેબિનેટમાં મંત્રાલયે પીડીએસ હેઠળ વધારાના ખાદ્ય પદાર્થોના વિતરણને લઇને પ્રસ્તાવ માંગ્યો છે.

READ ALSO

Related posts

સ્વીમિંગ પુલમાં રિલેક્સ જોવા મળી મોની રોય, બ્લૂ બિકિની લુકમાં મચાવી ધમાલ

Dharika Jansari

રેવાના નામે રાજનીતિ : મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ

Mayur

વધી રહી છે સરદાર સરોવર ડેમની સપાટી, 10 દિવસમાં મધ્યપ્રદેશ આટલા ક્યૂસેક પાણી છોડ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!