GSTV

સેવાયજ્ઞ/ સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધારી દીધી રૂપાણી સરકારે, 71 લાખ પરિવારોને થશે આ ફાયદો

પરિવારો

Last Updated on August 4, 2021 by Bansari

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગુજરાતના 71 લાખ પરિવારોના સાડા ત્રણ કરોડ લોકોને દિવાળી સુધી સાવ વિનામૂલ્યે રાશન આપવાના સેવાયજ્ઞનો ઉગતા સૂર્યના પ્રદેશ દાહોદ ખાતેથી વર્ચ્યુલ પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા નવ દિવસીય સેવાયજ્ઞાના ત્રીજા દિવસે અન્ન વિતરણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સહભાગી બન્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, દેશમાં ગરીબોના સશક્તિકરણને સર્વોચ્ચ પ્રાથમિક્તા અપાઇ રહી છે. આ રાશન કોરોનાની મહામારીના સમયમાં ગરીબોની ચિંતામાં રાહત આપીને તેમનામાં આત્મવિશ્વાસનું સિંચન કરે છે.એમ જણાવી વડાપ્રધાને ઉમેર્યું કે, આ યોજના છેલ્લા એક વર્ષથી સમગ્ર દેશમાં ચાલી રહી છે. દેશનો કોઇ ગરીબ ભૂખ્યો સુવે નહી, તે વાત આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.

કોરોના જેવી મહામારી 100 વર્ષમાં પ્રથમ વખત આવી છે. વિશ્વના અનેક દેશોને ચિંતા હતી કે કોરોનાના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનને પરિણામે અનેક લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવશે. ભારતે આ સંકટનો પહેલેથી ઓળખી તેને ખાળવા માટે આગોતરૂ આયોજન કરીને આ યોજના અમલમાં મૂકી છે.

દેશમાં 80 કરોડથી વધુ ગરીબોને મફત અનાજ આપવા પાછળ કેન્દ્ર સરકારે રૂ. 2 લાખ કરોડનો માતબર ખર્ચ કર્યોે છે. જેનાથી વિશ્વના અનેક દેશો પ્રભાવિત થયો છે. ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થાની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું વન નેશન, વન રાશન યોજના લાગુ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય હતું.

વર્ષ 2014થી નવી કાર્યશૈલીનો પુરવઠા વિતરણ વ્યવસ્થામાં અમલ કરવામાં આવ્યો અને જેમાં રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરીને અનેક ભૂતિયા રાશનકાર્ડ નાબૂદ કરવામાં આવ્યાથી સાથે ગરીબોના હક્કના સરકારી અનાજ વિતરણની વ્યવસ્થામાંથી કટકી કંપનીને પણ દૂર કરવામાં આવી છે.

ડિઝીટલ વ્યવસ્થાને કારણે જાહેર વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બની અને રાશનનો સીધો લાભ કોઇ વચેટિયા કે વિલંબ વગર ગરીબોને સીધો મળી રહ્યો છે. ગુજરાતમાં એક સમયે પાણી માટે મહિલાઓને ઘણા દૂર સુધી જવું પડતું હતું. પરંતુ, સરદાર સરોવર યોજના, સૌની યોજના, નહેરોના નેટવર્કને પરિણામે આજે મા નર્મદાનું પાણી ગુજરાતના ગામેગામ અને ઘરેઘરે પહોંચ્યું છે.

મા નર્મદાનું નામમાત્ર લેવાથી પુણ્ય મળે છે એ પાણી આજે નળ મારફત ઘર સુધી આવ્યું છે. જલ જીવન મિશન હેઠળ છેલ્લા બે વર્ષમાં સાડા ચાર કરોડ પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. આઝાદી બાદ માત્ર 3 કરોડ પરિવારોના ઘરે પાણીના નળ હતા. ગુજરાતમાં આજે નલ સે જલ યોજના પૂરી થવાના આરે છે. એ વાત ખુશી છે.

ટોકયોમાં ભારતના રમતવીરોનો જોશ સર્વોચ્ચ સ્તરે છે

ટોકયો ઓલિમપિકની વાત કરતા વડાપ્રધાને કહ્યું કે આઝાદી બાદ આ વખતે કોરોના મહામારી વચ્ચે પણ સૌથી વધુ ખેલાડીઓ ઓલ્મ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. જેમાંથી કેટલીક રમતો એવી છે કે, જેમાં ભારતના ખેલાડીઓ પ્રથમ વખત ક્વોલિફાઇ થઇને ભાગ લઇ રહ્યા છે.

એટલું જ નહીં, વિશ્વના અન્ય ખેલાડીને ટક્કર આપી રહ્યા છે. ભારતના રમતવીરોનો જોશ, ઝૂનૂન આજે સર્વોચ્ચ સ્તર ઉપર છે. આ આત્મવિશ્વાસ ત્યારે આવે છે, જ્યારે વ્યવસ્થામાં બદલાવ સાથે પ્રતિભાની સાચી ઓળખ કરી તેને માવજત અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. ભારતના રમતવીરોનો આ આત્મવિશ્વાસ નવા ભારતની ઓળખ બની છે.

મોદીએ મહિલા લાભાર્થીને પૂછ્યું, વચેટિયા હેરાન નથી કરતા ને

અમદાવાદ : પાંચ વર્ષ પૂર્ણ થતા ભાજપ સરકાર દ્વારા આયોજિત અન્નોત્સવ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેશનકાર્ડ ધારકો સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. ગરીબ રેશનકાર્ડ ધારકો સાથે વાત કરતાં નરેન્દ્ર મોદી લાગણીવશ થયા હતાં. રાજકોટની એક મહિલા લાભાર્થીને તો વડાપ્રધાને પૂછ્યુ હતુંકે, રેશનનુ અનાજ સમયસર મળે છેને, કોઇ વચેટિયો હેરાન તો કરતો નથી ને.એટલું જ નહીં, વડાપ્રધાનએ સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેશનકાર્ડ ધારકો સાથે મન મૂકીને વાતો કરી હતી. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર દ્વારા અપાતાં મફત અનાજને લઇને કોઇ મુશ્કેલી તો પડતી નથી તે અંગે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

વતન વડનગરના એક લાભાર્થી ને નરેન્દ્ર મોદીએ એવુ પૂછ્યુ કે, વડનગરનુ નવુ રેલ્વે સ્ટેશન જોયુ કે નહી, કેવુ લાગ્યુ.. ત્યારે લાભાર્થીએ એવો જવાબ આપ્યો કે, સાહેબ, ખુબ સરસ લાગે છે.એવુ ગમ્યુ કે,ના પૂછો વાત. અમે તો રેલ્વેમાં પ્રવાસપણ કરી આવ્યા છીએ.

રાજકોટની મહિલા લાભાર્થી સાથે વાત કરતા વડાપ્રધાને એ વાતનો ય ઉલ્લેખ કર્યો કે, દિવાળી સુધી રેશનકાર્ડ ધારકોને મફત અનાજ મળશે. મોદીએ મહિલા લાભાર્થી પાસેથી એ વાત જાણવાનો ય પ્રયાસ કર્યો હતોકે, સરકારી યોજનાના લાભ લેવામાં વચેટિયા લોકોને હેરાન તો કરતાં નથીને. જોકે, વડાપ્રધાને એ વાત પણ કહીકે, ગુજરાતમાં તો હવે અિધકારીને લોકોની સેવા કરવાના કામો કરવાની ટેવ પડી ગઇ છે.

દાહોદ જિલ્લામાં જાલત ગામની દિવ્યાંગ મહિલા લાભાર્થી વર્ષાબેન ભૂરિયા સાથે વાત કરતાં વડાપ્રધાને એવો પ્રશ્ન કર્યો કે, તમને રેશનની દુકાન પર નિયમિત અનાજ મળે છે. કોઇ તકલીફ તો પડતી નથીને.

અન્ય કોઇ સરકારી યોજનાનો લાભ મળે છેકે નહીં, ત્યારે મહિલાએ વિધવા પેન્શનનો લાભ મળે છે તેવો જવાબ આપ્યો હતો. છેલ્લે નરેન્દ્ર મોદીએ દાહોદવાસીઓના ખબરઅંતર પૂછ્યાં કે, કેમ છો બધા. પહેલા તો ઘણીવાર દાહોદ આવવાનુ થતુ હતું. પણ હવે નથી અવાતુ. આમ, અન્નોત્સવ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલથી રેશનકાર્ડ ધારકો સાથે વાતો કરી હતી.

ભાજપ

સૌને અન્ન, સૌને પોષણનો સંકલ્પ સાકાર કર્યો : રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં યોજાઈ રહેલા અનાજ વિતરણનો રાજ્યવ્યાપી કાર્યક્રમ અંત્યોદયને ચરિતાર્થ કરવાનો સફળ પ્રયાસ છે. છેવાડાના માનવી અને ગરીબ વ્યક્તિના જીવનમાં સંવેદનશીલ સ્પર્શ છે. હરોળમાં ઉભેલી છેલ્લી વ્યક્તિને પણ પોતાના જીવનમાં સરકારનો અનુભવ થાય એવો પ્રયાસ છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં નરેન્દ્રભાઈએ જે વિકાસનો માર્ગ ચિંઘ્યો હતો એ જ માર્ગ પર આ સરકાર ગરીબ, વંચિત, અંત્યોદયના ઉત્થાન માટે કાર્યરત છે. ગુજરાતની 17 હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી 71 લાખ અંત્યોદય ગરીબ પરિવારોના-સાડા ત્રણ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપીને સૌને અન્ન-સૌને પોષણના સંકલ્પને આ સરકારે સાકાર કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, કોરોના મહામારી દરમિયાન દેશના લોકોને મફત આપવાની સાથે કોરોના સંક્રમણને સુરક્ષિત કરવા દેશના સો કરોડથી વધુ રસીપાત્ર નાગરિકોને મફત રસી આપવાનો પ્રધાનમંત્રીએ ઉદ્દાત નિર્ણય કર્યો છે.

  • ગરીબ રેશનકાર્ડધારકો સાથે વાતો કરતાં
  • મોદીએ મહિલા લાભાર્થીને પૂછ્યું, વચેટિયા હેરાન નથી કરતા ને
  • વડનગરના રહેવાસીને મોદીએ પ્રશ્ન કર્યો, નવુ રેલવે સ્ટેશન જોયું કે નહીં, કેવું લાગ્યું : લાભાર્થીએ કહ્યું, સાહેબ, બહુ ગમ્યું

અમદાવાદ : પાંચ વર્ષ પૂર્ણ થતા ભાજપ સરકાર દ્વારા આયોજિત અન્નોત્સવ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેશનકાર્ડ ધારકો સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. ગરીબ રેશનકાર્ડ ધારકો સાથે વાત કરતાં નરેન્દ્ર મોદી લાગણીવશ થયા હતાં. રાજકોટની એક મહિલા લાભાર્થીને તો વડાપ્રધાને પૂછ્યુ હતુંકે, રેશનનુ અનાજ સમયસર મળે છેને, કોઇ વચેટિયો હેરાન તો કરતો નથી ને.એટલું જ નહીં, વડાપ્રધાનએ સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેશનકાર્ડ ધારકો સાથે મન મૂકીને વાતો કરી હતી. એટલું જ નહીં, કેન્દ્ર સરકાર દ્વારા અપાતાં મફત અનાજને લઇને કોઇ મુશ્કેલી તો પડતી નથી તે અંગે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

વતન વડનગરના એક લાભાર્થી ને નરેન્દ્ર મોદીએ એવુ પૂછ્યુ કે, વડનગરનુ નવુ રેલ્વે સ્ટેશન જોયુ કે નહી, કેવુ લાગ્યુ.. ત્યારે લાભાર્થીએ એવો જવાબ આપ્યો કે, સાહેબ, ખુબ સરસ લાગે છે.એવુ ગમ્યુ કે,ના પૂછો વાત. અમે તો રેલ્વેમાં પ્રવાસપણ કરી આવ્યા છીએ.

રાજકોટની મહિલા લાભાર્થી સાથે વાત કરતા વડાપ્રધાને એ વાતનો ય ઉલ્લેખ કર્યો કે, દિવાળી સુધી રેશનકાર્ડ ધારકોને મફત અનાજ મળશે. મોદીએ મહિલા લાભાર્થી પાસેથી એ વાત જાણવાનો ય પ્રયાસ કર્યો હતોકે, સરકારી યોજનાના લાભ લેવામાં વચેટિયા લોકોને હેરાન તો કરતાં નથીને. જોકે, વડાપ્રધાને એ વાત પણ કહીકે, ગુજરાતમાં તો હવે અિધકારીને લોકોની સેવા કરવાના કામો કરવાની ટેવ પડી ગઇ છે.

દાહોદ જિલ્લામાં જાલત ગામની દિવ્યાંગ મહિલા લાભાર્થી વર્ષાબેન ભૂરિયા સાથે વાત કરતાં વડાપ્રધાને એવો પ્રશ્ન કર્યો કે, તમને રેશનની દુકાન પર નિયમિત અનાજ મળે છે. કોઇ તકલીફ તો પડતી નથીને.

અન્ય કોઇ સરકારી યોજનાનો લાભ મળે છેકે નહીં, ત્યારે મહિલાએ વિધવા પેન્શનનો લાભ મળે છે તેવો જવાબ આપ્યો હતો. છેલ્લે નરેન્દ્ર મોદીએ દાહોદવાસીઓના ખબરઅંતર પૂછ્યાં કે, કેમ છો બધા. પહેલા તો ઘણીવાર દાહોદ આવવાનુ થતુ હતું. પણ હવે નથી અવાતુ. આમ, અન્નોત્સવ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલથી રેશનકાર્ડ ધારકો સાથે વાતો કરી હતી.

Read Also

Related posts

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!