GSTV
Business

કોર્પોરેટ ટેક્સ અને ડિવિડન્ડ પરનો ટેક્સ ઘટાડવા એસોચેમની સરકારને રજૂઆત

ઔદ્યોગિક સંગઠન એસોચેમે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા કરવાની માંગણી કરી છે તેની સાથે-સાથે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (ડીડીટી) નાબૂદ કરવાની અને વ્યક્તિગત આવકવેરા હેઠળ ઘટાડાને મોંઘવારી દર સાથે જોડવાની પણ માંગણી કરી છે. વિતેલા સપ્તાહે નાણાં સચિવની સાથે પૂર્ણ બજેટ પૂર્વેની બેઠકમાં એસોચેમ એ વિમાન ઇંધણ ઉપર (એટીએફ) ઉપર એક્સાઇઝ ડ્યૂટી અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગમાં વપરાતા કાચા માલ પરની કસ્ટમ્સ ડ્યૂટીમાં ઘટાડો કરવાની રજૂઆત કરી હતી.

ઔદ્યોગિક સંગઠને એવું પણ ભલામણ કરી છે કે 18.55 ટકાના દરે લાગુ પડતા મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સ (MAT)ને નાબૂદ કરવાની જરૂર તથા સ્ટાર્ટઅપ્સની માટે નિયમો વધુ ઉદાર બનાવવા જોઇએ. એસોચેમ એ કહ્યું કે, ડિસ્ટ્રીબ્યૂશન પ્રોફિટ ઉપરનો અસરકારક કોર્પોરેટ ટેક્સ જે હાલ 25 ટકા છે તેને ઘટાડીને 20 ટકા કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે 20.55 ટકાનો ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ ઘણો જ કષ્ટદાયક છે અને જેમાં ઘટાડો કરવો જોઇએ.

ઉપરાંત મેડિકલ/ટ્રાન્સપોર્ટેશન જેવા વિવિધ ભથ્થા-એલાઉન્સ વગેરેમાં મોંઘવારીની અસરને સામેલ કરવી જોઇએ. આવા પ્રકારના પગલાં લેવાથી ભથ્થા વધારે વાસ્તવિક બનશે અને કરદાતાઓની માટે મોંઘવારીની અસરને તટસ્થ બનાવવામાં મદદ મળશે. વિમાન ઇંધણ ઉપર એક્સાઇઝ ડ્યૂટીને તર્કસંગત બનાવવાના સંદર્ભમાં ઔદ્યોગિક સંગઠને કહ્યું કે જીએસટીના અમલીકરણ બાદ એટીએફની ખરીદી ઉપર એક્સાઇઝ ડ્યૂટીની ક્રેડિટની ચૂકવણી હવે મળતી નથી.

જેનાથી વિમાન કંપનીઓનું સંચાલકીય ખર્ચ વધી ગયું છે. આથી હાલની સ્થિતિને જોતા સરકારે એટીએફ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવા વિચારવું જોઇએ. નોંધનિય છે કે મોદી સરકારનું નાણાંકીય વર્ષ 2019-20 માટેનું પૂર્ણ બજેટ 5મી જુલાઇના રોજ રજૂ થશે.

Read Also

Related posts

આકાશ અંબાણીએ દુનિયાના 100 ઉભરતા સિતારાની યાદીમાં સ્થાન મેળવ્યું

Hardik Hingu

આ રીતે કરી શકાય છે પાનકાર્ડ સરેન્ડર, જાણો

Hemal Vegda

ડેબિટ અને ક્રેડિટ કાર્ડને કઈ રીતે કરાય છે ટોકનાઈઝ, જાણો

Hemal Vegda
GSTV