GSTV

પૂર્વ RBI ગવર્નર રઘુરામ રાજનની સરકારને સલાહ, કહ્યું- ખાનગીકરણ કરવાના બદલે સંચાલન અને નિયમો સુધારો

સરકાર

Last Updated on September 12, 2021 by Damini Patel

સરકારના ટીકાકાર રહેલા રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે સરકાર વ્યૂહાત્મક અસ્કયામતોનું ખાનગીકરણ કરવાના બદલે સંચાલન સુધારે તે જરુરી છે. સમગ્ર વિશ્વને નવો આકાર આપી રહેલી ન્યુ ઇકોનોમી પરની ચર્ચાની પેનલમાં રાજન હતા. અન્ય સ્પીકરોમાં ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા સામ પિત્રોડા અને તમિલનાડુના નાણાપ્રધાન પલાનીવેલ થિયાગરાજન હતા.

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનટે ખાનગીકરણ અંગે પૂછેલા સવાલના જવાબમાં થિયાગરાજને જણાવ્યું હતં કે તેમની સરકાર ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્રનું મહત્ત્વ સમજે છે, પરંતુ જાહેર ઉપયોગિતાના ઉત્પાદનો અને સેવાઓ, રસ્તાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર પાસે જ રહેવા જોઈએ.

RBI

રાજન તે વાત સાથે સંમત હતા કે બધા ક્ષેત્રો માટે સ્પષ્ટ ભૂમિકા હોવી જોઈએ. સરકારે કંઈ ઘડિયાળ બનાવવા (એચએમટી)ના કારોબારમાં ન રહેવું જોઈએ. રાજ્યના હેતુઓ જુદા હોય છે અને તેણે સુનિશ્ચિત કરવું જોઈએ કે ખાનગી ક્ષેત્રમાં સ્પર્ધા જળવાવી જોઈએ, ઇજારાશાહીની સ્થિતિ ન આવવી જોઈએ.

ખાનગી ક્ષેત્રમાં લોકોનું શોષણ

રાજને જણાવ્યું હતું કે કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તમે ખાનગીકરણ પૂરતા નિયમન વગર કરો તો તેમા પણ ઇજારાશાહી સ્થપાઈ શકે છે. ખાનગી ક્ષેત્ર રીતસરનું લોકોનું શોષણ કરી શકે છે.

સામ પિત્રોડાનું સૂચન હતું કે સરકારે મિલકતોનું સીધું વેચાણ કરવાના બદલે તેમા તેનું હોલ્ડિંગ ઘટાડવું જોઈએ. તેમની વાત સાથે સંમત થતા રાજને જણાવ્યું હતું કે શા માટે આપણે સંચાલનમાં સુધારો કરી ન શકીએ. તમે પબ્લિક ઇશ્યૂ દ્વારા જાહેર એકમોનું ખાનગીકરણ કરો છો, તેના શેરોનું જાહેર જનતાને વેચાણ કરો છો. આઇસીઆઇસીઆઇનું આ જ રીતે ખાનગીકરણ કરવામાં આવ્યું. પરંતુ વાસ્તવમાં તે લોકો માટે બનેલી બેન્ક છે. બેન્કિંગ ક્ષેત્રમાં પણ ખાનગી ક્ષેત્રની પૂરતી સ્પર્ધા જરૂરી છે. પરંતુ તેની સાથે-સાથે તે પણ જોવું જરુરી છે કે જાહેર ક્ષેત્ર અપંગ ન બની જાય અને તેને વિશેષાધિકારો પણ ન મળે. આપણી જાહેર ક્ષેત્રની બેન્કો અપંગ બની ગઈ છે. હું જોતો નથી કે જાહેર ક્ષેત્રની કોઈપણ બેન્ક એસેટ્સ પર બેઠી હોય. પણ આપણે તે સુનિશ્ચિત કરી શકીએ છીએ કે આપણા નિયંત્રણો અને નિયમો એવા હોવા જોઈએ કે ખાનગી ક્ષેત્ર તેનો ફાયદો ન ઉઠાવી શકે. સુસંચાલન અને સારા નિયમો તે ખાનગીકરણ બરાબર જ બાબત છે. રાજન હાલમાં શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસ યુનિવર્સિટીમાં ફાઇનાન્સના પ્રાધ્યાપક છે. રાજને સરકાર હેલ્થકેર અને શિક્ષણ પાછળ પૂરતો ખર્ચ કરી ન રહી હોવાની તથા તેમા કાપ મૂકતી રહી હોવા બદલ ટીકા કરી છે. આપણુ દેવું જીડીપીના 90 ટકાથી ઉપર પહોંચી ગયું છે. લોકો ગરીબીમાં ધકેલાઈ રહ્યા છે. પરિસ્થિતિ છે તેનાથી પણ ખરાબ બની રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, એન્ટરટેઈનમેન્ટ તેમજ સ્પોર્ટસ, ઓટો, લાઈફ અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે ડાઉનલોડ કરો અમારી Android Application…

Read Also

Related posts

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

મોટા સમાચાર : UP ચૂંટણી પહેલાં કોંગ્રેસને લાગી શકે છે સૌથી મોટો ઝટકો, આ દિગ્ગજ નેતા જોડાઇ શકે છે ભાજપમાં

Dhruv Brahmbhatt

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!