GSTV

લોકસભામાં ચીન દ્વારા ભારતીય ભૂમિ પરના કબ્જાની વાતનો સરકારે છેદ ઉડાડ્યો, આપ્યો ચોંકાવનારો જવાબ

india-china-face-off

Last Updated on December 8, 2021 by Dhruv Brahmbhatt

કેન્દ્ર સરકારે સંસદમાં આશ્ચર્યજનક નિવેદન કરતા જણાવ્યું છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં ચીન દ્વારા ભારતમાં કોઈપણ પ્રકારની ઘૂસણખોરી થઈ નથી, જ્યારે બાંગ્લાદેશ સરહદ પર સૌથી વધારે ઘૂસણખોરીના મામલા સામે આવ્યા છે.  ગૃહ મંત્રાલયે લોકસભામાં જવાબ આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત-ચીન સરહદ પર ઘૂસણખોરીની મામલા શૂન્ય છે.

બાંગ્લાદેશ સરહદેથી ઘૂસણખોરીના 1,787 કેસ સામે આવ્યાં

ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, સૌથી વધારે ઘૂસણખોરી બાંગ્લાદેશ સરહદેથી થઈ છે. બાંગ્લાદેશ સરહદેથી ઘૂસણખોરીના 1,787 કેસ છે. ભારત-પાકિસ્તાન સરહદ પર ઘૂસણખોરી બાંગ્લાદેશ સરહદ પરથી પણ ઓછી છે. ભારત-પાકિસ્તાન સરહદ પર 128 વખત જ ઘૂસણખોરીના પ્રયત્નો થયા છે.

ગૃહ મંત્રાલયે એ જાણકારી પણ આપી હતી કે, છેલ્લાં ત્રણ વર્ષમાં ભારત-નેપાળ સરહદમાં ઘૂસણખોરીના 25 મામલા સામે આવ્યા છે. બીજી બાજુએ ભારત-ભૂટાન સરહદે ઘૂસણખોરીનો કોઈ મામલો સામે આવ્યો નથી. તેની સાથે-સાથે ભારત બર્મા સરહદ પર ઘૂસણખોરીના 133 કેસ નોંધાયા છે.

દાણચોરો બીએસએફના અધિકાર ક્ષેત્રની બહાર શરણ લે છે

બીએસએફના અધિકાર ક્ષેત્ર પર સાંસદ વરુણ ગાંધીના સવાલના જવાબમાં ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે અમારો હેતુ કેટલાક રાજ્યોમાં સીમા સુરક્ષા દળના અધિકાર ક્ષેત્રમાં વિસ્તરણ કરવાનો છે. તેનું કારણ એ છે કે રાષ્ટ્રહિત વિરોધી તાકાતો દ્વારા શસ્ત્રો, નશીલા પદાર્થોની દાણચોરી માટે ઉપયોગમાં લેવાતા ડ્રોન, યુએવી જેવા સાધનોના પ્રયોગથી લઈને બીએસએફને સામર્થ્યવાન બનાવવાનું છે. તેના લીધે દાણચોરી રોકવામાં મદદ મળશે. દાણચોરો બીએસએફના અધિકાર ક્ષેત્રની બહાર શરણ લે છે.

આ વર્ષે ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરતાં 3000 બાંગ્લાદેશી ઘૂસણખોરોની સીમા સુરક્ષા દળે ધરપકડ કરી છે. બીએસએફ હાલમાં 193 બટાલિયન સાથે દેશની સરહદોની સુરક્ષા કરી રહ્યું છે.

READ ALSO :

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!