GSTV
Home » News » મુસીબત બની મોદી સરકારની મુદ્રા સ્કીમ! 17 હજાર કરોડ રૂપિયા ફસાયા

મુસીબત બની મોદી સરકારની મુદ્રા સ્કીમ! 17 હજાર કરોડ રૂપિયા ફસાયા

મોદી સરકારની સૌથી મહતવકાંક્ષી મુદ્રા લોન યોજના હવે નવી મુસીબત બની જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સરકારે સદનને જણાવ્યું કે આ યોજના અંતર્ગત 6.04 લાખ કરોડ રૂપિયામાં લગભગ 3 ટકા રકમ નોન પરફોમિંગ એસેટ અટલે કે એનપીએ થઈ ગઈ છે.

નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં જણાવ્યું કે માર્ચ 2019 સુધી મુદ્રા યોજનાની લગભગ 17,251 કરોડ રૂપિયાની રાશી એનપીએ થઈ ગઈ હતી. આ રાશિ કુલ રકમની 2.86 ટકા છે. અનુરાગ ઠાકુરના મતે, આ યોજના હેઠળ 6.04 લાખ કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા આ માહિતી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ભારતીય રિઝર્વ બેંકે તાજેતરમાં મુદ્રા લોન યોજનામાં દેવાની વસૂલાતની વધતી સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આરબીઆઈએ વ્યક્ત કરી હતી ચિંતા

એક કાર્યક્રમમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એમ કે જૈને કહ્યું હતું કે, “એક તરફ મુદ્રા યોજનાએ દેશના ઘણા લાભાર્થીઓને ગરીબી રેખાથી ઉપર લાવવામાં ઘણી મદદ કરી છે, તેમાં ઘણા લેણદારાઓમાં બિન-પરફોર્મિંગ એસેટ્સ એટલે કે એનપીએનો સમાવેશ થાય છે. સાથે સાથે વધતા જતા સ્તર અંગે પણ થોડી ચિંતા છે.

આ મામલે આરબીઆઈનાં નાયબ ગવર્નરે પણ બેંકોને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે બેંકોને આવી લોન આપતી વખતે, દસ્તાવેજોની ચકાસણીના સ્તરે લોનની હપતાની ચુકવણી કરવાની ક્ષમતા પર પણ વિચાર કરવો પડશે. આ સિવાય, તેમની આખી અવધિ માટે આવા લેણની નજીકથી દેખરેખ રાખવી જોઈએ.

READ ALSO

Related posts

દિલ્હીના શાહીનબાગમાં CAAનો નહી, PM નરેન્દ્ર મોદીનો થઈ રહ્યો છે વિરોધ

Mansi Patel

CAA બાદ NPR પ્રક્રિયા પર રોક લગાવવાની સુપ્રિમ કોર્ટની મનાઈ, કેન્દ્રને મોકલી નોટિસ

Mansi Patel

પાકિસ્તાનની સબમરિન એક પળનો સમય ગુમાવ્યો વિના ઉભી પૂંછડીએ હતી ભાગી, ભારતને ડરાવવાનો હતો પ્રયાસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!