GSTV

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશના જુદા જુદા ભાગોમાં હાજર શાકભાજી બજારોમાં ડુંગળીનો વધતો ભાવ ફરી એકવાર સામાન્ય માણસને રોવડાવી રહ્યો છે. આવી સ્થિતિમાં ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકાર એક્શનમાં આવી છે. સ્થાનિક બજારમાં ડુંગળીનો પુરવઠો સુધારવા અને ભાવ ઘટાડવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધીમાં આયાતનાં નિયમોમાં રાહતનો નિર્ણય લીધો છે.

મંડીઓમાં 37 લાખ ટનની ખરીફની ડુંગળી પહોંચવાની સંભાવના

કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, 37 લાખ ટન ખરીફ ડુંગળી ટૂંક સમયમાં જ મંડીઓમાં પહોંચશે. આ બજારને શાંત કરવામાં મદદ કરશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 10 દિવસમાં ડુંગળીના ભાવમાં પ્રતિ કિલો 11.56 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે, તેની સરેરાશ રાષ્ટ્રીય છૂટક કિંમત પ્રતિ કિલો 51.95 રૂપિયા પર પહોંચી ગઈ છે. જે ગયા વર્ષના ભાવ કરતા 12.13 ટકા વધારે છે. નોંધપાત્ર વાત એ છે કે, ભારતીય ઉચ્ચ કમિશનને પણ સંબંધિત દેશોના વેપારીઓનો સંપર્ક કરવા અને તેઓને દેશમાં વધુ ડુંગળીની આયાત કરવા પ્રોત્સાહિત કરવા સૂચના આપવામાં આવી છે.

ગયા મહિને નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો

જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર દેશમાં ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. નાસિકમાં હાલમાં ડુંગળી 66 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે. ગયા વર્ષે તે જ સમયે, ડુંગળી પ્રતિ કિલોના 35 રૂપિયામાં વેચાઇ રહી હતી. ડુંગળીના વધતા ભાવને કાબૂમાં લેવા અને દેશની મંડીઓમાં ડુંગળીના સપ્લાયમાં સુધારો લાવવા માટે સરકારે ગયા મહિને તેની નિકાસ પણ બંધ કરી દીધી હતી.

ડુંગળીના ભાવ આસમાને ચડી રહ્યા છે

ફક્ત તાજેતરના સમયમાં ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી છે. મંગળવારે ચેન્નાઈમાં ડુંગળીના છૂટક ભાવ રૂ.73 ના કિલો પર પહોંચી ગયા છે, જ્યારે દિલ્હીમાં ડુંગળી પ્રતિ કિલો રૂ.50 પર વેચાઇ રહી છે. કોલકાતામાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો 65 રૂપિયા છે, જ્યારે મુંબઇમાં ડુંગળી 67 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે. તો, નિષ્ણાતો અને વેપારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે, સપ્લાયમાં બાધા થઈ રહી છે અને ખરીફ પાકના આગમન પર પણ અસર થઈ છે, જે આગામી સપ્તાહમાં શરૂ થવાની છે.

READ ALSO

Related posts

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

કાર્તિકી પૂર્ણિમા : રાજ્યના આ ઐતિહાસિક શહેરમાં આવેલુ છે 250 વર્ષ જૂનુ ભગવાન કાર્તિકેયનું મંદિર, વર્ષમાં એકવાર ભક્તો કરી શકે છે દર્શન

Nilesh Jethva

સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો ગુજરાતી વ્યાકરણ ગ્રંથ આપનાર હેમચંન્દ્રાચાર્યની આજે જન્મ જયંતિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!