GSTV
Home » News » દેશના 3.60 કરોડ કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ

દેશના 3.60 કરોડ કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ

લોકસભાની ચૂંટણી ભારે બહુમતીથી જીત્યા બાદ મોદી સરકારે દેશભરના 3.60 કરોડ કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મોદી સરકારે ESIC રેટમાં ઘટાડો કર્યો છે. જેનાથી કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં પણ વધારો થશે. ભારત સરકાર ESI એક્ટ હેઠળ યોગદાનનો દર દ્વારા 6.5% હતો જે ઘટાડીને 4% કરવામાં આવ્યો છે.

જેમાં નોકરીદાતાઓનું યોગદાન 4.75%થી ઘટાડીને 3.25% અને કર્મચારીઓનું યોગદાન પણ 1.75% થી ઘટાડીને 0.75% કરાયું છે. આ ઘટાડેલા દરોનો 3.60 કરોડ કર્મચારીઓ અને 12.8 લાખ નોકરીદાતાઓને લાભ થશે. ઘટાડેલા દરો 1 લી જુલાઇ 2019 થી અસરકારક રહેશે. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારની આગેવાનીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં ESIC બોર્ડનાં લોકો પણ સામેલ હતા. તેના સિવાય સરકાર બજેટમાં પણ ESIC પર સરકાર કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ યોજના હેઠળ દેશભરમાં ફેલાયેલાં ESIના હોસ્પિટલમાં લાભાર્થીઓને મોફતમાં સારવારની સુવિધા મળી શકે છે.

આ યોજનાનો લોભ એ કર્મચારીઓને મળે છે, જેમનો માસિક પગાર 21000 રૂપિયા કરતાં ઓછી હોય અને જે ઓછામાં ઓછા 10 કર્મચારીઓ વાળી કંપનીમાં કામ કરતાં હોય. મજૂર સંઘ પણ સરકારની આ યોજનાનું સમર્થન કરી રહ્યા છે.

READ ALSO

Related posts

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah

ક્રિકેટમાં વિશ્વ વિજેતા બન્યા પછી ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આવી રીતે કરી ઉજવણી, જુઓ તસવીરો

Riyaz Parmar

અષાઢ મહિનો અડધો વીતિ ગયો હજુ મેઘરાજાએ મહેર કરી નથી , ખેડૂતોની હાલત બની કફોડી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!