GSTV

મોંઘવારીમાં રાહત/ સરકારે કરી મોટી ઘોષણા: ખાદ્ય તેલ પર ઘટાડ્યો ટેક્સ, આટલા રૂપિયા ઘટી જશે કિંમત

તેલ

Last Updated on October 14, 2021 by Bansari

આ દિવસોમાં વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસની સમસ્યાઓમાં ઘણો વધારો કર્યો છે. તેને જોતા કેન્દ્ર સરકારે ફેસ્ટિવ સીઝનમાં સામાન્ય લોકોને રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારે પામ અને સન ફ્લાવર ઓયલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યુટી ઘટાડી છે. અગાઉ, ગ્રાહક બાબતોના મંત્રાલયે તેલ અને તેલીબિયાં પર સ્ટોક લિમિટ લાદવાનો આદેશ જારી કર્યો હતો. સ્ટોક મર્યાદા 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે. રાજ્યોને આદેશો જારી કરવા અને તેનું ચુસ્તપણે પાલન કરવા કહેવામાં આવ્યું છે.

તેલ

આયાત ડ્યૂટીમાં ઘટાડો

સરકારના આ નિર્ણય અનુસાર, ક્રૂડ પામ ઓઇલ પર ડ્યુટી ઘટાડીને 8.25% (અગાઉ 24.75%), RBD પામોલીન 19.25 (અગાઉ 35.75), RBD પામ ઓઇલ પર 19.25 (અગાઉ 35.75), ક્રૂડ સોયા ઓઇલ પર 5.5 (અગાઉ 24.75), સોયા તેલ પર 19.5 (અગાઉ 35.75), ક્રૂડ સમ ફ્લાવર ઓયલ પર 5.5 (અગાઉ 24.75) અને રિફાઇન્ડ સનફ્લાવર ઓયલ પર 19.25 (અગાઉ 35.75) ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. ડ્યુટીમાં ઘટાડાને કારણે CPO ના ભાવમાં રૂ .14,114.27, RBD રૂ. 14526.45, સોયા ઓઇલ રૂ. 19351.95 પ્રતિ ટન ઘટ્યા છે. સરકારના આ નિર્ણય બાદ ખાદ્ય તેલમાં 15 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

તેલ

ક્યારથી લાગુ થશે નિર્ણય

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ એક નોટિફિકેશનમાં કહ્યું છે કે ડ્યૂટીમાં કાપ 14 ઓક્ટોબરથી લાગુ થશે અને 31 માર્ચ, 2022 સુધી લાગુ રહેશે.

તેલ

ગયા મહિને પણ ઘટાડી હતી આયાત ડ્યૂટી

તમને જણાવી દઈએ કે, ગયા મહિને 11 સપ્ટેમ્બરે પામ તેલ, સોયા તેલ અને સૂર્યમુખી તેલ પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડી દેવામાં આવી હતી. જ્યારે ક્રૂડ પામ ઓઇલ પર મૂળભૂત આયાત ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હતી. તે જ સમયે, ક્રૂડ સોયા તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની આયાત ડ્યૂટી પણ 7.5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હતી.

Read Also

Related posts

ગુજરાતમાં શિયાળાની શરૂઆત/ આગામી 4-5 દિવસ તાપમાનમાં થશે નોંધપાત્ર ઘટાડો, ધાબળા કાઢી રાખજો

Pravin Makwana

કોરોના કેસ/ ગુજરાતમાં આવ્યા વધુ 22 નવા કેસ, સળંગ સાતમા દિવસ એક પણ મોત નહીં, પૂરજોશમાં છે વેક્સિનેશન

Pravin Makwana

હું જ ફુલટાઈ અધ્યક્ષ: સોનિયા ગાંધીએ નેતૃત્વની અછતનો મુદ્દો ઉઠાવનારા જી-23 નેતાઓને દેખાડ્યો અરીસો!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!