GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ટેલીકોમ સ્પેક્ટ્રમની સૌથી મોટી હરાજીની યોજના, 5G ટ્રાયલ ગાઈડલાઈનને મંજૂરી

મોદી સરકાર ટેલિકોમ સ્પેક્ટ્રમ માટે અત્યાર સુધીની સૌથી મોટી હરાજી કરવાની વિચારણા કરી રહી છે. એક અનુમાન મુજબ સરકાર 5જી સ્પેક્ટ્રમની હરાજીની વેલ્યુ 6 લાખ કરોડ રૂપિયા મૂકે તેવી સંભાવના છે. આ સ્પેક્ટ્રમની હરાજી બાદ 5જી સર્વિસની સુવિધાની શરૂઆત થશે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં ફાઈબર-ટૂ-દ-હોમ (FTH) ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવાને સામેલ કરવામાં આવેલ છે.

ટેલિકોમ બાબતના નિર્ણય લેનાર સર્વોચ્ચ સંસ્થાન ડિજિટલ કોમ્યુનિકેશંસ કમીશન (DCC)એ આ યોજનાની માહિતી આપી છે. આ વર્ષના અંત સુધીમાં આશરે 8,600 મેગાહર્ટઝના મોબાઈલ એરવેઝની હરાજી સરકાર કરશે. જેમાં ટેલિકોમ સર્વિસિસની વર્તમાન વ્યવસ્થા માટે સ્પેક્ટ્રમ પણ સામેલ છે. આ સિવાય નવી 5જી સર્વિસિસના સ્પેક્ટ્રમ પણ હશે.

ટેલિકોમ સેક્રેટરી અને ડીસીસીના ચેરપર્સન અરુણા સુંદરરાજનના સહયોગીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે જ તમામ સ્પેક્ટ્રમનું રિર્ઝવ કિમંતે વેચાણ કરવામાં આવે તો પણ સરકારને ઓછામાં ઓછા 5.8 લાખ કરોડ રૂપિયા મળશે. જો કે સરકારનો વિચાર આ સ્પેક્ટ્રમ હરાજીથી વધુ કિમંત મેળવવાનો નહિ પરંતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ટેલિકોમ સર્વિસ પહેલા કરતા વધુ સુવિધાયુક્ત બને.

ડીસીસીએ ટ્રાઈને સ્પેક્ટ્રમનું વેચાણ નબળું રહેવાના કારણોની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાઈએ આ પહેલાના ચરણમાં હરાજી માટે રિઝર્વ કિમંતોનું સૂચન કર્યું હતું. ટેલિકોમ મિનિસ્ટ્રીના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે ટ્રાઈએ તમામ સૂચનો પર એકવાર ફરી ધ્યાન આપવાની જરૂરત છે. જેથી ખ્યાલ આવી શકે કે હાલમાં કરવામાં આવેલ સૂચનો પ્રધાનમંત્રીના ‘તમામ માટે બ્રોડબેંડ વિઝનને સુનિશ્ચિત કરે છે કે નહિ.’

આ સ્પેક્ટ્રમ હરાજીમાં રેગ્યુલર ટેલિકોમ ઓપરેટર્સ જેવા કે રિલાયંસ જિયો, ભારતી એરટેલ, વોડાફોન-આઈડિયાના બદલે એરિક્સન, નોકિયા અને સેમસંગ જેવી કંપનીઓ પણ હિસ્સેદારી લે તેવું સરકાર ઇચ્છે છે. સરકાર વન-ટાઈમ લાઈસન્સ ફી સાથે એક વર્ષ માટે ટ્રાયલ સ્પેક્ટ્રમ આપવા સિવાય એક ટાઈમ-બોન્ડ ક્લિયરન્સ મેકેનિઝમ પર વિચાર કરી રહી છે.

READ ALSO

Related posts

દમણ અને મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે વાવાઝોડું, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે

Nilesh Jethva

મલેશિયા પાસેના ટાપુઓ કબજે કરવા ચીને કરી અવળચંડાઈ, કૃત્રિમ ટાપુ બનાવી ફાયટર જેટ્સ ખડકી દીધા

Dilip Patel

જેસિકા લાલ હત્યાકાંડનાં દોષી મનુ શર્માને તિહાડ જેલમાંથી આ કારણે સમય પહેલા જ મુક્ત કરાયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!