કેન્દ્ર સરકાર લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશ ખબર લાવી છે. ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે સરકાર મોંઘવારી દર 28%ના હિસાબે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આપશે. એનાથી કેન્દ્ર સરકારના 49.63 લાખ કર્મચારીયો અને 65.26 લાખ પેન્શનરોને ફાયદો થશે.
આવી રીતે જાગી ઉમ્મીદ
કર્મચારીઓની એસોસિએશન કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ એમ્પ્લોયીઝ એન્ડ વર્કરે નાણામંત્રી નિર્મલ સીતારમણે હાજર સરકારી ખજાનાનું સત્ય સામે મૂકી દીધું. સાથે જ આગ્રહ કર્યો કે સરકારી કર્મચારીઓ અને પેન્સનરોને વર્તમાન મોંઘવારી દર 28%ના હિસાબે મોંઘવારી ભથ્થું આપવામાં આવે.

આર્થિક હાલતમાં સુધાર

દેશમાં હવે આર્થિક સ્થિતિ સારી થઇ રહી છે. કોવિડ-19ના કારણે ઘણા મહિનાથી હાલત સારી ન હતી પરંતુ હવે પરિસ્થિતિ સુધરી રહી છે. સપ્ટેમ્બર 2020માં જ્યાં સંક્રમણના દરરોજ 95 હજાર કેસ આવતા હતા હવે એની સંખ્યા ઘટીને 15 હજાર આસપાસ પહોંચી ગઈ છે.
ઔદ્યોગિક ઉત્પાદનની વાત કરીએ તો એમાં 3.6%નો વધારો થયો છે. માર્ચ 2020માં 97,597 કરોડ રૂપિયા GST કલેક્શન થયું હતું, ત્યાં જ સપ્ટેમ્બર 2020માં આ આંકડા 1,15,000 કરોડ રૂપિયા પહોંચી ગયો છે. આ સુધારાનો હવાલો આપતા જ કર્મચારી એસોસિએશને સરકારને કહ્યું કે તેઓ મોંઘવારી ભથ્થું અને મોંઘવારીમાં રાહત હાલમાં જ આપે ના કે એના માટે જુલાઈ 2021 સુધી રાહ જુએ.
મોંઘવારી ભથ્થા પર લાગી રોક

ખરેખર, એપ્રિલ 2020માં સરકારે આ કર્મચારીઓ અને પેન્સનરોને મળવા વાળા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત રોકી દીધી હતી. સરકારે કોરોના સંક્રમણના કારણે બનેલ મુશ્કેલ હાલતોને જોઈ આ નિર્ણય લીધો હતો. સરકારે જુલાઈ 2021 સુધી એના પર રોક લગાવી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ, કોન્ફેડરેશનના મહાસચિવ આરૅ પરાશરે નાણામંત્રીને મોકલેલ પોતાના જ્ઞાપનમાં કહ્યું કે હવે કોરોના સંક્રમણના કેસો અને મોતોની સંખ્યામાં ઘટાડો થયો છે, રસીકરણની પ્રક્રિયા પણ શરુ થવાની છે. અર્થવ્યવસ્થા પણ એપ્રિલ-મે 2020થી સારી છે અને આગળ વધી રહી છે. કોવિડ દરમિયાન જે ઔદ્યોગિક ઉત્પાદન માઇનસ 57% જતું રહ્યું હતું, ઓક્ટોબરમાં એનુ સ્તર 3.6% વધુ રહ્યું છે. જીએસટી કલેક્શનમાં પણ સારો વધારો થયો. સાથે જ કોરોના દરમિયાન કેન્દ્ર સરકારે કર્મચારીઓને પુરા સમર્પણ અને તન્મયતા સાથે કામ કર્યું. અહીં સુધી કે ડ્યુટી દરમિયાન ઘણા કર્મચારીઓના જીવ પણ જતા રહ્યા. આ બધું ધ્યાનમાં રાખતા નાણામંત્રીએ તમામ કર્મચારીઓ અને પેન્સનરોને એમના જાન્યુઆરી 2020થી હાજર મોંઘવારી ભથ્થું અને મોંઘવારીમાં રાહત 28% ડરથી આપવી જોઈએ.
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….