GSTV
Home » News » લદાખ અને જમ્મૂ-કશ્મીર વચ્ચે કેવી રીતે પડશે સંપત્તિના ભાગલા, કોને મળશે શું?

લદાખ અને જમ્મૂ-કશ્મીર વચ્ચે કેવી રીતે પડશે સંપત્તિના ભાગલા, કોને મળશે શું?

કેન્દ્ર સરકારે લદાખ અને જમ્મૂ-કશ્મીરના બે નવગઠિત કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે સંપત્તિઓની વહેંચણી પર નજર રાખવા માટે ત્રણ સભ્યોની સલાહકાર સમિતિની જાહેરાત કરી છે. લદાખ અને જમ્મૂ-કશ્મીર ઔપચારિક રૂપે 31 ઓક્ટોમ્બર, 2019એ અસ્તિત્વમાં આવશે.

ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણ સભ્યોની સલાહકાર સમિતિમાં પૂર્વ રક્ષા સચિવ સંજય મિત્રા, પૂર્વ આઈએએસ અધિકારી અરૂણ ગોયલ અને ભારતીય નાગરિક લેખા સેવા (આઈસીએએસ) ના પૂર્વ અધિકારી ગિરિરાજ પ્રસાદ શામેલ હશે.

બંને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે સંપત્તિઓની વહેંચણી 31 ઓક્ટોબરથી અસ્તિત્વમાં આવી શકે, જેમાં મોટા પ્રમાણમાં નાણાકિય અને પ્રશાસનિક કામો હશે. સંયોગોવસાત દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ પણ એ જ દિવસે છે.

નોકરશાહોએ કરવાની રહેશે વહેંચણી
એક સિનિયર નોકરશાહે જણાવ્યું કે, મુખ્ય પ્રશાસનિક નિર્ણયમાં લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે રાજ્યની વિવિધ હાલની સેવાઓની વહેંચણી કરવાની રહેશે, રાજ્ય સરકારના દરેક વિભાગે લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે અધિકારીઓની વહેંચણી કરતી વખતે ધ્યાન રાખવાનું રહેશે. આ ક્ષેત્રમાં બહુ ઓછા અધિકારીઓ છે, જે અત્યારે રાજ્ય સરકારની સેવામાં છે.

આ સમસ્યાને હલ કરવા માટે રાજ્યના અધિકારીઓને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ત્રણ વર્ષ માટે કામ કરવા માટે મોકલવામાં આવી શકે છે. લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ કેડરનો ધીરે-ધીરે વિકાસ કરવામાં આવશે.

કરવામાં આવશે એકસરખા ભાગલા
એક અધિકારીએ જણાવ્યું કે, સંપત્તિના વિભાજનમાં હથિયારો, પોલીસ બળ, ગોળા-બારૂદ, વાહનોનું વિભાજન, બુનિયાદી ઢાંચો અને બીજાં સંસાધનોના એકસરખા ભાગ પાડવામાં આવશે. આ જ રીતે રાજ્યની અન્ય સંપત્તિ જેમ કે, રાજસ્ત્વ, નાણાં, વિજળી વિકાસ, સ્વાસ્થ્ય દેખભાળ, શિક્ષા, સામાજિક કલ્યાણ, ગ્રામીણ વિકાસ, સાર્વજનિક કામ અને પ્રવાસનની પણ એકસરખી વહેંચણી કરવામાં આવશે.

નોકરશાહે કહ્યું, “કાયદાકિય રીતે કેન્દ્ર શાસિત પ્રદેશો અસ્તિત્વમાં આવે એ પહેલાં આ બધી કવાયત કરવાની હોય છે. કામ શરૂ થઈ ગયું છે અને સલાહકાર સમિતિની છેલ્લી મિટિંગ બાદ સંપત્તિના ઔપચારિક ભાગલા થઈ જશે.”

Related posts

પીએમ મોદીના જન્મ દિવસ નિમિતે સુરતીલાલાઓએ વિશાળ કેક બનાવી, તમે જોઈ કે નહી

Nilesh Jethva

Jivi Xtream 1 એન્ડ્રોઈડ ગો સાથે થયો લોન્ચ, જાણો તેની કિંમત અને ફિચર્સ

pratik shah

સાઉદી: અરામકો ઓઇલ પ્લાન્ટ પર હુમલા બાદ ભારતમાં ઉથલપાથલ, પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં તોતિંગ ઉછાળો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!