GSTV
Home » News » હોસ્ટેલના વિદ્યાર્થીઓ જેવી હાલત થઈ મોદી સરકારની, પૈસાના અભાવે દરરોજ ખર્ચના પણ ફાંફા

હોસ્ટેલના વિદ્યાર્થીઓ જેવી હાલત થઈ મોદી સરકારની, પૈસાના અભાવે દરરોજ ખર્ચના પણ ફાંફા

મોદી સરકારમાં આર્થિક હાલત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે. સરકારની આવકમાં એટલો ઘટાડો થયો છે કે, દરરોજના ખર્ચાને લઈ સરકારના ખજાને બોઝ વધતો જાય છે. આમ જોઈએ તો, સરકારની હાલત હોસ્ટેલના વિદ્યાર્થીઓ જેવી થઈ ગઈ છે. જેને દર મહિને ક્રેડિટ પર જીવવુ પડે છે. સરકાર માટે આ કામ રિઝર્વ બેંક કરે છે. સરકારને જ્યારે દૈનિક ખર્ચમાં તાણ આવે છે, ત્યારે તેને રિઝર્વ બેંકમાંથી એડવાન્સ અને લોન લેવાની ફરજ પડે છે, જેથી તે દૈનિક ખર્ચ કરી શકે.

સરકાર WMA (વેજ એન્ડ મીન્સ) લિમિટ ક્રોસ કરી રહી છે !

ત્યારે હવે સવાલ ઉભો થાય છે કે, શું સરકાર રિઝર્વ બેંકમાંથી WMA અંતર્ગત કેટલા પૈસા લઈ શકે ? તેનો જવાબ છે નહીં, WMAની પણ એક લિમિટ હોય છે, પણ સરકાર સતત આ લિમિટ ક્રોસ કરી રહી છે, અને વધુને વધુ પૈસા માંગ્યા કરે છે.

આર્થિક હાલત બરોબર નથી-એસકે ઘોષ

આર્થિક સલાહકારોનું કહેવું છે કે, હાલમાં સરકારની રેવન્યૂથી કમાણી હાઈ લેવલે પર છે, તેમ છતાં જો સરકાર રિઝર્વ બેંક પર વધુ નિર્ભર રહે છે, તો એનો અર્થ કે, આર્થિક હાલત ઘણી ખરાબ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર એસકે ઘોષે કહ્યું હતું કે, સંકેતો એકદમ સ્પષ્ટ છે કે, સરકારની આર્થિક હાલત ખરાબ છે.

WMA અંતર્ગત 73545 કરોડ રૂપિયા લીધા

એક રિપોર્ટ મુજબ જોઈએ તો, 31 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા અઠવાડીયામાં સરકારે WMA અંતર્ગત રિઝર્વ બેંક પાસેથી 73545 કરોડ રૂપિયાની લોન લીધી છે. સરકાર અને આરબીઆઈ વચ્ચે થયેલા કરાર મુજબ નાણાકીય વર્ષ 2019-20ના બીજા છ મહિનામાં સરકાર ગમે ત્યારે રિઝર્વ બેંક પાસેથી 35,000 કરોડ રૂપિયા લઈ શકે છે.

READ ALSO

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!