GSTV

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Last Updated on June 15, 2021 by Pritesh Mehta

દેશમાં એક લીટર પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઇ છે. જેથી દેશની જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ત્યારે હવે સરકાર કિંમતોમાં સતત થઇ રહેલી વૃદ્ધિ પર કાબુ મેળવવા માટે વહેલી તકે કોઇ નિર્ણય લઇ શકે છે. પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર અથવા ઘટાડવા માટે સંસદની સ્ટેન્ડિંગ કમિટિ 17 જૂને બેઠક યોજી રહી છે.

કમિટીની આ બેઠકમાં સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ  કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સીનિયર અધિકારીઓ પણ સામેલ થશે.

સૂત્રો મુજબ આ બેઠકમાં ક્રૂડની વધી રહેલી કિંમતોનું કારણ અને તેના ઉકેલ અંગે ચર્ચા કરાશે. પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ કમિટીના ચેરમેન રમેશ બિધૂડી આ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ હશે. બેઠકમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્ને ચરલ ગેસની વર્તમાન કિંમત, માર્કેટિંગ અને સપ્લાઇ અંગે જાણકારી માંગવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લૉકડાઉનમાં ઓનલાઇન એજ્યુ.ની સાઇડ ઇફેક્ટ, વિદ્યાર્થીઓ વાંધાજનક કન્ટેન્ટ આપતી એપ્લિકેશનના બંધાણી બની ગયા!

Dhruv Brahmbhatt

બાળકો માટે જલ્દી આવશે કોરોના વેક્સિન, જાણો આગામી સમયમાં કઇ વેક્સિન આવવાની સંભાવના

Damini Patel

‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ / પીએમ મોદીએ દેશને આપ્યો નવો મંત્ર, આ અનોખી પહેલમાં જોડાવા દેશવાસીઓને વડાપ્રધાનની હાકલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!