GSTV

રાજ્યમાં આ તારીખે આરોગ્ય સેવા ઠપ!, પોલીસબાદ હવે સરકારી તબીબી શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી

Government medical teachers

Last Updated on November 23, 2021 by Dhruv Brahmbhatt

છેલ્લાં કેટલાંય વખતથી પડતર પ્રશ્નો ન ઉકેલાતાં સરકારી તબીબી શિક્ષકો અને ડોક્ટરોએ રાજ્ય સરકાર સામે બાંયો ખેચી છે. સરકારી તબીબી શિક્ષકો- ડૉક્ટરોએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, તા.29મી નવેમ્બર સુધી પ્રશ્ન નહીં ઉકેલાય તો રાજ્યભરમાં આંદોલન કરાશે. આ આંદોલનને લીધે રાજ્યની આરોગ્ય સેવાઓ ઠપ થવાની સંભાવના છે.

સરકારી તબીબી શિક્ષકોનું રાજ્ય સરકારને અલ્ટીમેટમ

કોરોનાની બીજી લહેર વખતે જ ગુજરાત મેડિકલ ટિચર્સ એસોશિએસન, જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિશન ઉપરાંત મેડિકલ ઓફિસર્સ એસોસિએસને ઘણાં વખતથી પ્રશ્નોનો ઉકેલ ન આવતાં આંદોલન કરવા ચિંમકી ઉચ્ચારી છે.

સરકારી તબીબી શિક્ષકો :ડૉક્ટરોનો આક્ષેપ છેકે, કોરોના વખતે ખુદ મુખ્ય મંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીએ ખાતરી આપી હોવા છતાંય આજ દીન સુધી પ્રશ્નો ઉકેલાયા નથી. નવાઇની વાત તો એછેકે,  સરકારે લેખિત ઠરાવ કર્યો હોવા છતાંય પ્રશ્નો યથાવત રહ્યાં છે.

છ મહીના વિત્યા હજુય સરકારે એકેય વચન પાળ્યું નથી

છ મહીના વિત્યા હજુય સરકારે એકેય વચન પાળ્યું નથી પરિણામે સરકારી તબીબી શિક્ષકો અને ડૉક્ટરોને છેતરાયા હોવાનો અહેસાસ થઇ રહ્યો છે.  હવે બધાય સંગઠનોએ એકમંચ પર એકઠા થઇને ફરી એકવાર સરકાર સામે મોરચો છે. એનપીએનો મુદ્દો છેલ્લા 12 વર્ષથી પેન્ડિંગ  રહ્યો છે. એડહોક સેવાઓને કાયમી કરવાનો પ્રશ્ન પણ ઉકેલાયો નથી. ઘણાં પ્રશ્નો સરકાર હજુ સુધી ઉકેલી શકી નથી.

હવે 10 હજાર સરકારી તબીબી શિક્ષકો : ડૉક્ટરો સરકાર સામે લડત લડવાના મૂડમાં છે કેમકે, વિવિધ પ્રશ્નોને લીધે વર્ષે રૂા.3.4 લાખ રૂપિયાનુ આિર્થક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આંદોલનને કારણે મેડીકલ કોલેજોમાં તબીબી અભ્યાસ પણ ઠપ થશે સાથે સાથે સિવિલ હોસ્પિટલથી માંડીને સામુહિક આરોગ્ય કેન્દ્ર,જીલ્લા હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓને અસર થઇ શકે છે.

READ ALSO :

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!