કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને એક મોટી સુવિધા આપી છે. કેન્દ્ર સરકારે યોગ્યતા પુરી કરવા વાળા કર્મચારીઓને હવે નેશનલ પેન્સન સ્કીમ (NPS)ને છોડીને જૂની પેન્સન સ્કીમ (OPS)નો લાભ આપવાની છુટ આપી છે. વિભાગે રાષ્ટ્રીય પેન્સન યોજના (એનપીએસ) અંતર્ગત આવતા કેન્દ્ર સરકારા કર્મચારીઓની સેવાઓના મામલાને નિયમીત કરવા માટે એક અધિસુચના જાહેર કરી છે. કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને એક મોટી સુવિધા આપી છે. કેન્દ્ર સરકારે યોગ્યતા પુરી કરવા વાળા કર્મચારીઓને હવે નેશનલ પેન્સન સ્કીમ (NPS)ને છોડીને જૂની પેન્સન સ્કીમ (OPS)નો લાભ આપવાની છુટ આપી છે. તેનો ફાયદો હવે 31 મે 2021 સુધી લઈ શકાશે.
યોગ્ય કર્મચારીઓએ જૂની પેન્સન સ્કીમ (OPS)નો લાભ લેવા માટે 5 મે 2021 સુધીમાં અરજી કરવાની રહેશે. અરજી નહી કરનાર કર્મચારીઓને નેશન પેન્સન સીસ્ટમના નિયમો મુજબ ફાયદો મળતો રહેશે. તો બીજી તરફ 1 જાન્યુઆરી 2004 થી 28 ઓક્ટોબર 2009ની વચ્ચે નિયુક્ત થયેલા અને સીસીએસ (પેન્સન) નિયમો હેઠળ ફાયદો લઈ રહેલા કર્મચારીઓને પહેલાની જેમ જ ફાયદો મળતો રહેશે.

શું છે સમગ્ર મામલો ?
નિષ્ણાંતો કહે છે કે જૂની પેન્સન સ્કીમ NPSથી વધારે ફાયદાકારક છે. જૂની સ્કીમમાં વધુ ફાયદા મળી રહ્યા છે. જૂની સ્કીમમાં પેન્સનરની સાથે તેનો પરીવાર પણ સુરક્ષીત રહે છે. જો કર્મચીઓને OPSનો ફાયદો મળે છે તો તેમનું રીટાયરમેન્ટ સુક્ષીત થઈ જશે.
કેવી રીતે મળશે તેનો ફાયદો :
1 જાન્યુઆરી 2004થી 28 ઓક્ટોબર 2009ની વચ્ચે જૂની પેન્સન પ્રણાલી મુજબ પાછલી સેવાઓની કાઉન્ટીંગકા લાભ ન મળવાના પગલે રાજ્ય સરકારના કર્મચારીને 1 જાન્યુઆરી 2004 પછી અને 28 ઓક્ટોબર 2009 સુધી નિયુક્તિથી પહેલા વોલેન્ટરી રીટાયરમેન્ટ લેવા માટે મજબૂર થવુ પડ્યુ.

આવા કિસ્સાઓમાં કર્મચારીઓના વોલેન્ટરી રીટારમેન્ટ લેવાને ટેક્નીકલ રીટાયરમેન્ટ માનવામાં આવશે. આવા કર્મચારીઓને પણ જૂની પેન્સન સ્કીમનો લાભ આપવામાં આવશે. જો કે તેમને પાછડની સેવાઓનું કાઉન્ટીંગનો લાભ લેવા માટે જરૂરી બાકી શરતો પણ પુરી કરવી પડશે.
ઓપીએસનો વિકલ્પ પસંદ કરવાની સુવિધા એ કર્મચારીઓને મળશે જેઓ રેલવે પેન્સન રૂલ્સ અથવા સીસીએસ (પેન્સન) રૂલ્સ જેવી જૂની પેન્સન સ્કીમ અંતર્ગત આવવા વાળા બીજા કેન્દ્રીય સંસ્થાનો અથવા સીસીએસ જેવી જૂની પેન્સન સ્કીમ અંતર્ગત આવવા વાળા રાજ્ય સરકારના વિભાગો અથવા સ્વાયત સંસ્ખાઓમાં 1 જાન્યુઆરી 2004થી પહેલા નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તેના પછી તેમણે કેન્દ્ર સરકારના પેન્સનભોગી વિભાગ અથવા કાર્યાલય અથવા કેન્દ્રીય સ્વાયત સંસ્થામાં નિયુક્તિ માટે પાછલી નોકરીમાંથી રાજીનામુ આપ્યુ હતુ.

સરકારનું કહેવુ શું છે ?
નવી પરીભાષીત અંશદાન આધારીત પેન્સન યોજના નાણા મંત્રાલયના આર્થિક કાર્ય વિભાગે 22 ડિસેમ્બર 2003ના રોજ પોતાની અધિસુચના સંખ્યા 5/7/2003 – ઈસીબીના માધ્યમથી શરૂ કરી હતી. તેના પછીથી પેન્સન યોજનાની અંતર્ગત આવતી તમામ પ્રક્રીયા જેમ કે પંજીકરણ, અંશદાન, નિવેશ, કોષ પ્રબંધન, નિકાસી, પરીપક્વચા વગેરેનું સંચાલન તેમજ નિયમન પીએફઆરડીએ અધિનીયમ 2013 અનુસાર કરવામાં આવી રહ્યુ હતુ.
જો કે એનપીએસ અંતર્ગત આવવા વાળા કર્મચારીઓની સેવાઓથી જોડાયેલા કેટલાક મામલા એવા હતા જે પીએફઆરડીએ અધિનિયમમાં લાગુ થઈ રહ્યા ન હતા. માટે એનપીએસની ક્રીયાને સુચારૂ બનાવવા માટે એનપીએસ કર્મચારીઓ માટે અલગથી સેવા નિયમાવલી બનાવવાનો પ્રસ્તાવ આગળ કરવામાં આવ્યો.

નોટીફીકેશનમાં જણાવવામાં આવ્યુ છે કે એનપીએસ કર્મચારીઓને મળવા વાળા વિભીન્ન લાભો અથવા સુવિધાઓને સંસાધીત કરવા માટે ખાસ સુચનાઓ આપવામાં આવી છે, જેમ કે પંજીકરણમાં અને એનપીએસ ખાતામાં ધનરાશી જમા થવામાં વિલંબ થવા પર તેની ક્ષતિપુર્તી, સેવાકાળ દરમીયાન કર્મચારીનું મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં કેન્દ્રીય સચીવાલય સેવા નિયમાવલી પ્રમાણે લાભનો વિકલ્પ પસંદ કરવો, સેવા નિવૃતિ પછી તેમને મળતા લાભો ચુકવવા, સેવાકાળ પૂર્ણ થવાની પહેલા જ સેવા નિવૃતિ, સ્વૈચ્છીક સેવા નિવૃતિ, સ્વાયત રાશી નીકાય અથવી કોઈ લોક ઉપક્રમની સેવામાં વિલય થઈ જવુ વગેરે…
અત્યાર સુધી સરકારે એનપીએસ કર્મચારીઓનું સેવાકાળમાં મૃત્યુની સ્થીતિમાં અવૈધાનિક પેન્સન, પારીવારીક પેન્સન, અક્ષમતા પેન્સન અને અસાધારણ પેન્સનના લાભ ડીઓપીપીડબલ્યના કાર્યાલની જાહેરાત નંબર 38/41/06 પીએન્ડ ડબલ્યુ તારીખ 05/05/2009ના પાલનમાં 1 જાન્યુઆરી 2004થી પહેલાથી નિયુક્ત કેન્દ્રીય કર્મચારીઓની જેમ જ આપવામાં આવતુ હતું. ત્યાર બાદ રાષ્ટ્રીય પેન્સન યોજના અંતર્ગત આવવા વાળા તમામ કેન્દ્રીય કર્મચારીઓને ડીઓપીડબલ્યુના કાર્યાલય વિજ્ઞાપન તારીખ 26/08/2016 અનુસાર સીસીએસ નિયમાવલી અંતર્ગત લાગુ નિયમો અંતર્ગત સેવા નિવૃતિ, ગ્રેચ્યુઇટી અને મૃત્યુ ગ્રેચ્યુઇટીના લાભ પણ આપી દેવામાં આવ્યા હતા.
READ ALSO
- ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે
- હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી
- Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી
- સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા
- Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks