GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો, WhatsApp આપી રહ્યું છે નોકરી મેળવવાની ઉત્તમ તક, આજે જ આ નંબર save કરો અને….

Last Updated on February 11, 2021 by Pravin Makwana

કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (DST) એ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વોટ્સએપ (WhatsApp) પર એક નવી સુવિધા શરૂ કરી છે. સરકારની આ પહેલને વોટ્સએપ પર માત્ર એક ‘Hi’ લખીને મોકલવાથી વ્યક્તિને પોતાના ગૃહરાજ્યમાં સ્કીલના હિસાબથી નોકરીની જાણકારી આપવામાં આવશે. આ કામ વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટથી થઇ જશે.

whatsApp

SAKSHAM નામના પોર્ટલ પરથી મળશે જાણકારી

સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટની ટેક્નોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટ અને એવ્યુલૂશન કાઉન્સિલ (TIFAC) એ શ્રમ શક્તિ મંચ (SAKSHAM) નામનું એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલથી એવાં ક્ષેત્રોના મજૂરોને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) દ્વારા વોટ્સએપના માધ્યમથી જોડવાનું કામ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ લોકોને આરામથી પોતાના ક્ષેત્રમાં નોકરીઓને વિશે જાણકારી મળી જશે.

આ નંબર પર ‘Hi’ લખીને મોકલવાનું રહેશે

આ સુવિધાનો લાભ લેવા માટે તમારે 7208635370 Whatsapp નંબર પર ‘Hi’ લખીને મોકલવાનું રહેશે. ત્યાર બાદ ચેટબોટના આધારે તે વ્યક્તિ પાસેથી તેમના કાર્યના અનુભવ અને સ્કીલને વિશે જાણકારી માંગવામાં આવે છે. પ્રાપ્ત જાણકારીના આધાર પર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ યુઝરને વિશે આસપાસ ઉપલબ્ધ નોકરીને વિશે જાણકારી આપે છે.

whatsapp

કેવી રીતે કામ કરે છે આ ચેટબોટ

આ પોર્ટલમાં દેશભરના MSMEs ને તે ક્ષેત્રના નકશાના માધ્યમ સાથે જોડવામાં આવશે. ત્યાર બાદ નોકરીઓની ઉપલબ્ધતા અને આવશ્યક, સ્કીલ પર ડેટાનો યુઝ કરીને પોર્ટલ પોતાના ક્ષેત્રોમાં સંભવિત રોજગારના અવસરોની જાણકારી મજૂરોને અપાશે.

બે ભાષામાં છે ઉપલબ્ધ

TIFAC ના કાર્યકારી નિર્દેશક પ્રદીપ શ્રીવાસ્તવના જણાવ્યાં અનુસાર, આ સમયે ચેટબોટ માત્ર અંગ્રેજી અને હિંદી બે ભાષાઓમાં જ ઉપલબ્ધ છે. આને અન્ય ભાષાઓમાં વિસ્તારિત કરવા પર કામ ચાલી રહ્યું છે.

સ્માર્ટફોન ના હોય તો આ નંબર કરો મિસકૉલ

અનેક વ્યક્તિ એવી પણ હશે કે જેમની પાસે સ્માર્ટફોન પણ નથી તેવા લોકો ઓફલાઇન એડિશનને 022-67380800 પર મિસ કૉલ આપીને એક્સેસ કરી શકો છો. આ પોર્ટલનો ઉપયોગ ઇલેક્ટ્રીશિયન, પ્લમ્બર, કૃષિ, શ્રમિકો અને અન્ય લોકો દ્વારા કરી શકાય છે.

TIFAC ના કાર્યકારી નિર્દેશક પ્રદીપ શ્રીવાસ્તવના જણાવ્યાં અનુસાર, SAKSHAM ની શરૂઆત કોરોના મહામારી દરમ્યાન થઇ હતી. મહામારીના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનમાં સમગ્ર દેશના લાખો પ્રવાસી મજૂરો પોતાના રાજ્યોમાં પરત આવી ગયા હતાં.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt

ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!